Rajkot News : રાજકોટના જસદણમાં નાની લાખાવડ ગામે બંધ મકાનમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના બની હતી. બ્લાસ્ટના કારણે મકાનની દિવાલો ધરાશાયી થઈ ગઈ હતી. જો કે મકાન બંધ હોવાથી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. જો કે બ્લાસ્ટ કેવી રીતે થયો તે અંગે હજી કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
આ પણ વાંચો : Rajkot : સળગતી ઈંઢોણી, હાથમાં મસાલ અને માથે ગરબો મુકી બાળાઓ કરે છે માતાજીની આરાધના, જુઓ PHOTOS
બ્લાસ્ટ બાદ લાગેલી આગ પર કાબૂ મેળવાયો હતો. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.તો FSLની ટીમે ઘટના સ્થળેથી તપાસ માટે સેમ્પલ લીધા હતા. FSLનો રિપોર્ટ આવ્યા બાદ બ્લાસ્ટનું સાચું કારણ સામે આવશે.
તો બીજી તરફ આ અગાઉ રાજકોટના શાસ્ત્રીનગર પાસે એક ઘરની અંદર કેમિકલની બોટલમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી હતી. કેમિકલના બોટલ ફટતા આગ લાગી હોવાનું સામે આવ્યુ હતુ.ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પોંહચી હતી. અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
Published On - 6:57 am, Thu, 19 October 23