Jamnagar: દરેડ ફેઝ 2માં બ્રાસના કારખાનામાં બ્લાસ્ટ, 1 મજૂરની સ્થિતિ ગંભીર, અન્ય મજૂરને સામાન્ય ઈજા, જુઓ Video
જામનગરમાં દરેડ ફેઝ 2માં બ્રાસના કારખાનામાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે. ભઠ્ઠીમાં કામ કરતી વખતે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં 2 મજૂરોને ઈજા થઈ હતી. સારવાર માટે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જામનગરના દરેડ ફેઝ 2માં આવેલા બ્રાસના કારખાનામામાં બ્લાસ્ટની ગોઝારી ઘટના બની છે. આ બ્લાસ્ટની ચપેટમાં કારાખાનામાં કામ કરતા 2 મજૂર આવ્યા છે. જેમાંથી 1 મજૂરની સ્થિતિ ગંભીર છે તો બીજી તરફ અન્ય મજૂરને સામાન્ય ઈજા પહોંચી છે. બંને મજૂરને સારવાર માટે 108ની મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. બ્લાસ્ટ બાદ લાગેલી આગ પર ફાયરની ટીમે કાબૂ મેળવ્યો હતો.
આ પણ વાંચો : ગુજરાતની દીકરી અરિહાનાને જર્મનીથી પરત લાવવા મુદ્દે ભારત આકરાપાણી એ, જર્મન રાજદૂતને સમન્સ પાઠવીને વિગતો માગી
કારખાનાના મનેજર સાથે વાત કરતા માલૂમ પડ્યું કે, કામ ચાલું હતું અને માલ તૈયાર થઈ ગયો હતો. ત્યારે જ અચાનક બ્લાસ્ટ થયો હતો જેની ચપેટમાં મજૂર આવ્યા હતા. કામ કરતા મજૂર કઈ સમજી શકે તે પહેલા જ આગની ચપેટમાં આવી ગયા હતા.
