Vadodara  : વાઘોડિયામાં  સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની 20 ગાડી ઘટના સ્થળે, જુઓ Video

Vadodara : વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની 20 ગાડી ઘટના સ્થળે, જુઓ Video

| Edited By: | Updated on: Mar 18, 2025 | 9:59 AM

ઉનાળો આવતાની સાથે જ ગુજરાતના અનેક વિસ્તારોમાં આગની ઘટના સામે આવી રહી છે. ત્યારે વડોદરાના વાઘોડિયા ચોકડી પાસે આવેલા ગોડાઉનમાં આગ લાગી હોવાની ઘટના બની છે.

ઉનાળો આવતાની સાથે જ ગુજરાતના અનેક વિસ્તારોમાં આગની ઘટના સામે આવી રહી છે. ત્યારે વડોદરાના વાઘોડિયા ચોકડી પાસે આવેલા ગોડાઉનમાં આગ લાગી હોવાની ઘટના બની છે. આગ ભીષણ લાગતા આગ આસપાસના વિસ્તારોમાં ધુમાળો દૂર દૂર સુધી જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર ઘટનાની જાણ થતા જ પાની ગેટ અને વાડી ફાયર વિભાગની ટીમ અને 20થી વધુ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. જો કે હાલમાં કોઈ પણ પ્રકારની જાનહાનીની માહિતી પ્રાપ્ત થઈ નથી.

અમદાવાદમાં તેલના ગોડાઉનમાં લાગી હતી આગ

બીજી તરફ આ અગાઉ અમદાવાદની અમરાઈવાડી વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી. અમદાવાદમાં તેલના ડબ્બાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. તેલના ગોડાઉનમાં આગ લાગતા આસપાસના વિસ્તારોમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. વિકરાળ આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ફાયરબ્રિગેડે મહામહેનતે આગને કાબૂમાં લીધી હતી.

 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો