વિસાવદરમાં 2012થી ભાજપનું કમળ ખીલ્યું નથી, વિકાસના મુદ્દે પેટાચૂંટણી લડીને અમે જીતીશુઃ ભરત બોઘરા
જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પર ભાજપ 2012થી કમળ ખીલવી શક્યુ નથી કે ભગવો લહેરાવી શક્યુ નથી. આ બાબતે પાર્ટીએ વિશ્લેષણ કર્યું છે. ભાજપે વિસાવદર બેઠકની પેટાચૂંટણી વિકાસના નામે લડવાનુ નક્કી કર્યું છે. ભલે બેઠક ના મળી પણ વિકાસના કામો કર્યા છે. જેના આધારે અમે લોકોના મત માગીશુ અને જીતીશુ તેવો વિશ્વાસ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ વ્યક્ત કર્યો હતો.
જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પૂર્વે, ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોધરાએ, ટીવી9 સાથે ખાસ વાતચીત કરી હતી. ભરત બોધરાએ સ્પષ્ટ કહ્યું હતું કે, 2012થી ભાજપ આ બેઠક પર કમળ ખિલવી શક્યુ નથી. છતા સરકારે કિન્નાખોરી રાખ્યા વીના વિકાસના કાર્યો કર્યા છે. અમે આ વખતે વિસાવદરમાં વિકાસના મુદ્દા પર ચૂંટણી લડી રહ્યા છીએ. વિસાવદર વિધાનસભા વિસ્તારમાં સરકારે સૌની યોજનાના પાણી અને પુરતી વીજળી આ વિસ્તારમાં પહોંચાડી છે.
તેમણે વધુમાં કહ્યું કે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ સુરતના કતારગામ અને વરાછાની શું હાલત કરી છે તે બધાને ખબર છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નેતાઓ થાંભલા પર ચડી જતા હતા. આજે દિલ્હીની હાલત કેવી છે તે પણ બધાને ખબર છે.
જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પર ભાજપ 2012થી કમળ ખીલવી શક્યુ નથી કે ભગવો લહેરાવી શક્યુ નથી. આ બાબતે પાર્ટીએ વિશ્લેષણ કર્યું છે. ભાજપે વિસાવદર બેઠકની પેટાચૂંટણી વિકાસના નામે લડવાનુ નક્કી કર્યું છે. ભલે બેઠક ના મળી પણ વિકાસના કામો કર્યા છે. જેના આધારે અમે લોકોના મત માગીશુ અને જીતીશુ તેવો વિશ્વાસ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ વ્યક્ત કર્યો હતો.
ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે ભરત બોધરાએ કહ્યું કે, કિરીટ પટેલે ભ્રષ્ટ્રાચાર કર્યો નથી તેને ખુલ્લો પાડ્યો છે. જે દોષિતો છે તેઓ જેલમાં જશે, જેમને અન્યાય થયો છે તેઓને ન્યાય આપવાનું કામ ભાજપ કરશે.

ભાવનગરના બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે ધોવાયો-

અમરેલીમાં પૂર: 25 ઘેટાં તણાયા, ભારે વરસાદથી નદીઓ છલકાઈ

ગાર્ડ ઓફ ઓનર સાથે વિજય રૂપાણીને અપાઈ અંતિમ વિદાય, રાજકોટ બન્યુ ગમગીન

તલગાજરડામાં 4 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકી જતા બેટમાં ફેરવાયુ ગામ- Video