ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર ભાજપ નેતાએ જ ઉઠાવ્યા સવાલ, કેજરીવાલે કહ્યુ “AAP સરકાર ગુજરાતમાં પણ સારું શિક્ષણ આપશે”

| Edited By: | Updated on: Apr 10, 2022 | 4:06 PM

ગુજરાતમાં (Gujarat) સ્માર્ટ શાળાને (Smart school) લઈને રાજકારણ ગરમાયું છે. ગુજરાત અને દિલ્લીના શિક્ષણ મોડલનો વિવાદ દિવસે દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને લઇને ભાજપ નેતાએ (BJP leader) જ સવાલ ઉઠાવ્યા છે.

ગુજરાતમાં (Gujarat) સ્માર્ટ શાળાને (Smart school) લઈને રાજકારણ ગરમાયું છે. ગુજરાત અને દિલ્લીના શિક્ષણ મોડલનો વિવાદ દિવસે દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને લઈને ભાજપ નેતાએ (BJP leader) જ સવાલ ઉઠાવ્યા છે. ભાજપ આગેવાન ડૉક્ટર ભરત કાનાભારે દેશની શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. ડૉક્ટર ભરત કાનાભારે ટ્વીટ કરી બળાપો કાઢ્યો છે. ડૉક્ટર ભરત કાનાભારે ટ્વીટ સંદેશમાં લખ્યું છે કે, ‘ક’ કમળનો ‘ક’ તો બરાબર ઘુટ્યો, પણ ‘ક્ષ’ શિક્ષણનો ‘ક્ષ’ કોઈએ ભણાવ્યો જ નહીં. જો કે, આ મામલો ગરમાતા તેમણે ફરી એક ટ્વિટ કર્યુ.. જેમાં તેમણે લખ્યું કે, મારા ટ્વીટમાં આપેલો ફોટોગ્રાફ બિહારનો છે..મૂળ મુદ્દો શિક્ષણ ક્ષેત્રમાં પ્રવેશેલ બદીઓ અંગેનો છે.. એટલું જ નહિં તેમણે કહ્યુ કે, આમાં કોંગ્રેસ કે આપ વાળા હરખાવા જેવું કઈં નથી.

ડોક્ટર ભરત કાનાભાર અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાવનગર જિલ્લાના વર્તમાન પ્રભારી છે. સાથે જ ડૉક્ટર ભરત કાનાભારે આરોપ લગાવ્યો કે આ દેશમાં શિક્ષણ એક કોમોડિટી બની ચુક્યું છે. શિક્ષણ ખરીદનારા અને વેચનારા બન્ને બેશરમ છે.

ડૉ.ભરત કાનાબારના પહેલા ટ્વીટ બાદ આમ આદમી પાર્ટીએ રાજકીય રંગ આપવાનો પ્રયાસ કર્યો. બીજી તરફ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંજ કેજરીવાલે ભરત કાનાભારેના ટ્વીટને લઈને ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યુ કે “હવે તો ભાજપના જ લોકો ગુજરાતના શિક્ષણ પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે, 27 વર્ષના શાસનમાં પણ ભાજપની સરકાર સારું શિક્ષણ ન આપી શકી, AAP સરકાર ગુજરાતમાં પણ સારું શિક્ષણ આપશે”

આ પણ વાંચોઃ Junagadh: ગાઠીલા ઉમાધામનો 14મો પાટોત્સવ, આજે PM મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરશે

આ પણ વાંચોઃ ધોરણ 10નું હિન્દીનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું કરનાર સંજેલીના ચાર યુવાનોને LCBએ ઝડપી લીધા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published on: Apr 10, 2022 03:01 PM