ગુજરાત ભાજપમાં ચર્ચાતો સવાલ, પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અચાનક આવીને રાત્રે કેમ વરિષ્ઠ નેતાઓને મળ્યાં ? રાજકીય નવાજૂની થશે ?

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રભારી અને કેન્દ્રીય નેતા ભૂપેન્દ્ર યાદવે અચાનક ગુજરાતની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ભૂપેન્દ્ર યાદવ, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત પક્ષના કેટલાક વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ભૂપેન્દ્ર યાદવની અચાનક ગુજરાત મુલાકાતને કારણે અનેક રાજકીય વમળો સર્જાયા છે

| Edited By: | Updated on: Aug 19, 2025 | 8:17 PM

ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ગત રાત્રે એકાએક આગમન કરીને કેટલાક નેતાઓને મળ્યા હતા. આ ઘટનાએ સમગ્ર ભાજપમાં ચર્ચા જગાવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ભૂપેન્દ્ર યાદવની મુલાકાત પૂર્વ નિર્ધારિત નહોંતી. આ મુલાકાત અચાનક હતી જેના કારણે ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યાં છે.

જો કે, સૂત્રોએ એ પણ જણાવ્યું હતું કે, ગુજરાતના અત્યાર સુધીના રાજકીય ઈતિહાસમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં મોટાભાગે રાજકીય નવાજૂની થતી આવી છે.

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રભારી અને કેન્દ્રીય નેતા ભૂપેન્દ્ર યાદવે અચાનક ગુજરાતની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ભૂપેન્દ્ર યાદવ, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત પક્ષના કેટલાક વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ભૂપેન્દ્ર યાદવની અચાનક ગુજરાત મુલાકાતને કારણે અનેક રાજકીય વમળો સર્જાયા છે. જો કે સૂત્રોએ એવુ કહ્યું છે કે, ભૂપેન્દ્ર યાદવની આ મુલાકાત ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખને લઈને છે. પરંતુ પ્રભારીની અચાનક ઉડતી ગુજરાત મુલાકાતને લઈને ભાજપના નેતાગણમાં સવાલ થઈ રહ્યો છે કે, પ્રભારીએ કેમ અચાનક રાત્રે મુલાકાત લીધી ? તેમણે રાતોરાત કેટલાક નેતાઓ સાથે કેમ બેઠક યોજી હતી. ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત પહેલા, ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવની ગુજરાત મુલાકાતને રાજકીય રીતે ઘણી સૂચક માનવામાં આવે છે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ બાદ ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઈ શકે છે તેવુ સૂત્રોએ જણાવ્યું હતું.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો