લોકસભા ચૂંટણી પહેલા ભાજપનું મતદાર જાગૃતિ અભિયાન, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યુ-લોકશાહી વધુ મજબૂત કરવા મતદાર નોંધણી જરુરી, જૂઓ Video
અમદાવાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) મતદાર નોંધણી કાર્યક્રમમાં હાજરી આપી. અહીં પ્રથમવાર મતાધિકારનો ઉપયોગ કરનાર યુવા મતદારોની નોંધણી કરાવવામાં આવી. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દેશમાં લોકશાહી મજબૂત બની હોવાનો દાવો કર્યો.
Ahmedabad : લોકસભા ચૂંટણી (LokSabha Elections) પહેલા ભાજપે (BJP) મતદાતા ચેતના અભિયાનનો પ્રારંભ કર્યો છે. મતદાતા ચેતના અભિયાનના ભાગરૂપે અમદાવાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) મતદાર નોંધણી કાર્યક્રમમાં હાજરી આપી. અહીં પ્રથમવાર મતાધિકારનો ઉપયોગ કરનાર યુવા મતદારોની નોંધણી કરાવવામાં આવી. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દેશમાં લોકશાહી મજબૂત બની હોવાનો દાવો કર્યો. તેમણે જણાવ્યું કે, પીએમ મોદીના શાસનમાં લોકશાહી વધુ મજબૂત બની છે અને મતદાતા ચેતના અભિયાન જેવા કાર્યક્રમો લોકશાહીને જીવંત રાખવામાં મદદરૂપ બની રહ્યા છે.
મહત્વનું છે કે લોકસભા ચૂંટણી પહેલા મતદારોનો ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે. વિધાનસભામાં 40 લાખ નવા મતદારો નોંધાયા હતા. તો હવે સરકારી લાભ લેનારા મતદારોની માહિતી પણ મેળવવામાં આવશે.
પ્રજાલક્ષી કાર્યોને મતદારો વચ્ચે લઇ જવામાં આવશે. સરકારી યોજના દ્વારા પ્રજાનો મત મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.
અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો