Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં રોંગ સાઈડમાં BRTS બસ ચલાવનાર ડ્રાઈવર પીધેલ હાલતમાં ઝડપાયો, લોકોએ જાહેરમાં કરી સરભરા જુઓ Video

સુરતમાં રોંગ સાઈડમાં BRTS બસ ચલાવનાર ડ્રાઈવર પીધેલ હાલતમાં ઝડપાયો, લોકોએ જાહેરમાં કરી સરભરા જુઓ Video

Baldev Suthar
| Edited By: | Updated on: Aug 03, 2023 | 10:35 PM

Surat: સુરતમાં BRTS બસનો ડ્રાઈવર દારૂ પીધેલ હાલતમાં ઝડપાયો છે. દારૂ પીધેલી હાલતમાં ડ્રાઈવર રોંગ સાઈડમાં બસ ચલાવી રહ્યો હતો, જેમા લોકોએ બસ ચાલકને નીચે ઉતારી બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. બસમાં બેસેલા મુસાફરો દરવાજામાંથી નીચે કુદતા જોવા મળ્યા હતા.

Surat: સુરતમાં BRTS બસ ચાલકે બસ રોગ સાઈડમાં હાંકરતા ભારે હોબાળો થયો હતો. લોકોએ બસ ચાલકને પકડી પાડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં લોકો બસ ચાલક પીધેલો હોવાનો પણ આક્ષેપ કરી રહ્યા છે.

સુરતમાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં લોકો BRTS બસ ચાલકનો ઉધડો લઈ રહ્યા છે. વાયરલ વીડિયો પ્રમાણે બસ ચાલકે બસ રોંગમાં પુરપાટ ઝડપે ચલાવી હતી. જેથી લોકોએ તેનો પીછો કરીને બસને અટકાવી હતી. આ દરમ્યાન બસમાં મુસાફરો પણ સવાર હતા.

લોકો પીધેલા ડ્રાઈવરને નીચે ઉતારી માર્યો માર

વીડીયોમાં લોકો બસ ચાલક પીધેલ હોવાનું પણ જણાવી રહ્યા છે, તેમજ એક વ્યક્તિ બસ ચાલકને પકડતા તે બસમાંથી નીચે પટકાયો હતો. ભારે હોબાળો થયા બાદ બસમાં સવાર બાળકો અને મહિલા સહિતના મુસાફરો તાત્કાલિક બસમાંથી નીચે ઉતરી ગયા હતા. લોકો કહી રહ્યા છે કે બસ ચાલકે બેફામ બસ હંકારી હતી અને રોંગ સાઈડમાં પણ ચલાવી હતી. આ સમગ્ર હોબાળો થયા બાદ ત્યાં હાજર લોકોએ તેનો વીડિયો પણ ઉતારી લીધો હતો. આ વીડિયો હાલમાં સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે.

આ પણ વાંચો : Surat Video : સુરતમાં બીમારીમાં સપડાયેલા વધુ 2 વ્યક્તિના મોત, અત્યાર સુધી રોગચાળાએ 20 લોકોનો ભોગ લીધો

BRTSના ડ્રાઈવર બન્યા બેફામ

મહત્વનું છે કે સુરતમાં સીટી બસની અડફેટે અકસ્માતના બનાવો પણ સામે આવી ચુક્યા છે અને સીટી બસ ચાલકો બેફામ બસ હાંકરતા હોવાની ફરિયાદો પણ ઉઠી છે ત્યારે વધુ એક વખત એક સીટી બસ ચાલકે રોંગ સાઈડમાં બસ હાંકરતા લોકોંએ તેને પકડીને ઉધડો લીધો હોવાનો વીડિયો સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">