Gujarati VIDEO : અનધિકૃત બાંધકામોને ‘રેગ્યુલરાઈઝ’ કરવા સરકાર વિધાનસભામાં સુધારા વિધેયક રજૂ કરશે
પહેલા 16 ફેબ્રુઆરીએ જ ઈમ્પેક્ટ ફી ભરવાનો સમય પૂર્ણ થઈ ગયો હતો. જો કે હવે સરકારે સમયગાળામાં ચાર મહિનાનો વધારો કર્યો છે.
અનધિકૃત બાંધકામોને રેગ્યુલરાઈઝ કરવા સરકાર સુધારા વિધેયક લાવશે. આજે વિધાનસભામાં ઈમ્પેક્ટ ફી સુધારા બિલ રજૂ થશે. ગુજરાત સરકારે ઈમ્પેક્ટ ફી મુદે મહત્વનો નિર્ણય લીધો. મુદ્તમાં રાજ્ય સરકારે વધુ ચાર મહિનાનો વધારો કર્યો.
પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા સત્ર શરૂઆત
આ પહેલા 16 ફેબ્રુઆરીએ જ ઈમ્પેક્ટ ફી ભરવાનો સમય પૂર્ણ થઈ ગયો હતો. જો કે હવે સરકારે સમયગાળામાં ચાર મહિનાનો વધારો કર્યો છે. મહત્વનું છે કે પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા સત્ર શરૂઆત થશે.નાણા, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ, પાણી પૂરવઠા, અન્ન નાગરીક પૂરવઠા, ગ્રાહક સુરક્ષા તથા સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ સહીતના વિભાગની પ્રશ્નોત્તરી કાળમા થશે ચર્ચા. પ્રશ્નોત્તરી કાળ બાદ ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરતા વિધેયક ગૃહમાં રજૂ થશે.
નેતાઓને મળતી સુરક્ષા પરત ખેંચી લેવાઈ
તો બીજી તરફ ગૃહ વિભાગે ગાંધીનગરમાં કેટલાક નેતાઓને મળતી સુરક્ષા પરત ખેંચી લીધી છે. જેમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના 14 પૂર્વ ધારાસભ્યો તેમજ વિજય રૂપાણી સરકારના 10 મંત્રીઓની સુરક્ષા પાછી ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ નિર્ણય અંતર્ગત પૂર્વ કાળના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને દંડકો હવે ગનમેન રાખી શકશે નહીં. ગૃહ વિભાગ દ્વારા VVIP ને મળતી સમીક્ષાના અંતે સલામતી પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે મંત્રીપદ ગયા પછી પણ 5 ધારાસભ્યો પાસે 4- 4 રક્ષકો હતા. આથી આ નિર્ણય અંતર્ગત 67 પોલીસ અને SRPFને હથિયાર જમા કરાવવા આદેશ આપવામાં આવ્યા છે. પૂર્ણેશ મોદી, જીતુ ચૌધરી, મનિષા વકીલ સહિતના MLA પાસે હાલમાં 4-4 સલામતી રક્ષકો છે કુલ 30 VVIPમાં પૈકી 13 તો હાલમાં ધારાસભ્ય છે.