ગુજરાત યુનિવર્સિટીમાં ભરતીનો ‘મોટો વિવાદ’ ! માનીતાઓને સાચવવા રાતોરાત નિયમો બદલાયાનો આક્ષેપ, NSUI એ કરી પ્રક્રિયા રદ કરવાની માંગ – જુઓ Video

| Edited By: | Updated on: Mar 11, 2026 | 6:19 PM

ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર ભરતી પ્રક્રિયાને લઈને વિવાદોના ઘેરામાં આવી છે. સિનિયર ક્લાર્કની ભરતીમાં વયમર્યાદાના નિયમોમાં રાતોરાત કરવામાં આવેલા ફેરફારને કારણે NSUI દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

ગુજરાત યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયામાં વધુ એક વિવાદ સામે આવ્યો છે, જેમાં સિનિયર ક્લાર્કની પોસ્ટ માટેના નિયમો રાતોરાત બદલી દેવામાં આવ્યા છે. ભરતીની જાહેરાત થયા બાદ હવે વયમર્યાદાના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત જનરલ કેટેગરીની મહિલાઓની વયમર્યાદા 40 વર્ષથી વધારીને 45 વર્ષ કરી દેવાઈ છે.

ખાસ વાત એ છે કે, જૂની તારીખમાં જ ફરીવાર પરિપત્ર જાહેર કરીને આ વયમર્યાદા બદલવામાં આવી છે, જ્યારે અગાઉ જાહેરાત સમયે તે 40 વર્ષની હતી. NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ચોક્કસ લોકોને સમાવવા માટે જ આ નિયમો બદલાયા છે. આથી, સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરવાની માગણી કરવામાં આવી છે.

નોંધનીય છે કે, અગાઉ વિવાદોને કારણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા 4 પોસ્ટની ભરતી પ્રક્રિયા મુલતવી રાખવામાં આવી હતી. હવે વધુ એક પોસ્ટની ભરતી પ્રક્રિયા વિવાદમાં આવતા NSUI એ સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરવાની માંગ કરી છે. જો આ પ્રક્રિયા રદ કરવામાં નહીં આવે તો NSUI એ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. હવે જોવાનું એ રહેશે કે, આગામી સમયમાં યુનિવર્સિટી પ્રશાસન આ ભરતી અંગે શું નિર્ણય લે છે.

Summer Heatwave: ગરમીના કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લઈને ચિંતા, શાળા સમયમાં ફેરફાર કરવાની શૈક્ષણિક મહાસંઘે કરી રજૂઆત

Published on: Mar 11, 2026 06:19 PM