Big Breaking: NEET 2026 પરીક્ષા રદ, 23 લાખ વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે એક્ઝામ, જાણો મોટું અપડેટ

NEET 2026 ને લઈને દેશભરના લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. 3 મે 2026ના રોજ લેવામાં આવેલી NEET 2026ની પરીક્ષા રદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ નિર્ણય બાદ હવે અંદાજે 23 લાખથી વધુ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવી પડશે.

| Edited By: | Updated on: May 12, 2026 | 12:50 PM

NEET 2026 ને લઈને દેશભરના લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. 3 મે 2026ના રોજ લેવામાં આવેલી NEET 2026ની પરીક્ષા રદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ નિર્ણય બાદ હવે અંદાજે 23 લાખથી વધુ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવી પડશે.

વાલીઓમાં આ નિર્ણય બાદ ચિંતા

મળતી માહિતી મુજબ પરીક્ષા પ્રક્રિયા અને પ્રશ્નપત્ર વ્યવસ્થાને લઈને ઊભા થયેલા વિવાદો અને ગડબડીઓના કારણે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આ નિર્ણય બાદ ચિંતા અને અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

જોકે સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓને ફરીથી રજીસ્ટ્રેશન કરવાની જરૂર નહીં પડે. અગાઉ કરાયેલ નોંધણી જ નવી પરીક્ષા માટે માન્ય ગણાશે.

નવી પરીક્ષાની તારીખ અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી

નવી પરીક્ષાની તારીખ અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે તેવી શક્યતા છે. શિક્ષણ નિષ્ણાતોના મતે આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે જેથી પારદર્શિતા અને સમાન તક જાળવી શકાય.

વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ સત્તાવાર સૂચનાઓ પર નજર રાખે અને અફવાઓથી દૂર રહે. પરીક્ષા ફરી લેવાતાં વિદ્યાર્થીઓને તૈયારી માટે વધુ સમય મળશે, પરંતુ માનસિક દબાણ પણ વધી શકે છે. હાલમાં સમગ્ર દેશના વિદ્યાર્થીઓમાં આ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે.

22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ 551 શહેરોમાં NEET પરીક્ષા આપી હતી

NEET 2026 પરીક્ષાને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. રાજસ્થાનમાં NEET 2026નું પેપર લીક થયાનું બહાર આવતા દેશભરના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા ફેલાઈ ગઈ છે. 3 મે 2026ના રોજ યોજાયેલી આ મેડિકલ પ્રવેશ પરીક્ષા હવે વિવાદના કેન્દ્રમાં આવી ગઈ છે.

માહિતી મુજબ દેશભરમાં આશરે 22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ 551 શહેરોમાં NEET પરીક્ષા આપી હતી. માત્ર ગુજરાતની વાત કરીએ તો અંદાજે 77 હજારથી વધુ પરીક્ષાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો. રાજસ્થાનમાં પેપર લીકની માહિતી સામે આવતા પરીક્ષાની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉભા થયા છે.

NEET Paper Viral Case: Guess પેપર એક મહિનાથી ઉમેદવારો પાસે, ઘણી વખત થયું ફોરવર્ડ, 120 કેમેસ્ટ્રીના પ્રશ્નો સરખા જ, SOG એ કર્યો ખુલાસો

Published On - 12:47 pm, Tue, 12 May 26

Follow Us