Vadodara: લ્યો બોલો તંત્રની આવી તો કેવી બેદરકારી કે, વ્યક્તિ જીવતી પણ ઘરે પહોંચ્યો મરણનો દાખલો ! જુઓ Video

| Edited By: | Updated on: Aug 05, 2023 | 9:51 PM

વડોદરાના કરજણમાં વ્યક્તિ જીવતી હતી પરંતુ તેની ઘરે તેના મરણનો દાખલો પહોંચ્યો હોવણો કિસ્સો સામે આવ્યો છે. હાસ્યાસ્પદ લાગતી વાત એ હકીકત છે કારણ કે સ્પીડ પોસ્ટથી મરણ દાખલો મળ્યો જે બાદ સગા હેરાનીમાં મુકાયા હતા.

Vadodara: કોઈ વ્યક્તિ જીવતી હોય અને ઘરે મરણના દાખલો (death crtificate) પહોંચે તો આ હાસ્યાસ્પદ લાગતી વાત હકીકતમાં પરિણમી છે. કરજણ તાલુકાના હાંદોડ ગામે જીવતી મહિલાનો મરણનો દાખલો સ્પીડ પોસ્ટથી પહોંચતા પરિવારજનો અને પડોશીઓ આશ્ચર્યમાં મુકાયા. આ ભાંગરો વાટ્વા પાછળ જવાબદાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે.

વડોદરાની SSG હોસ્પિટલના મેડિકલ રેકર્ડ વિભાગે મોકલેલા ડેટાના આધારે જન્મ-મરણની નોંધણી કરતા વિભાગે સર્ટિફિકેટ તૈયાર કર્યું, અને સ્પીડ પોસ્ટથી ઘરે મોકલી પણ દીધું. સરકારી વિભાગે કરેલી ભૂલના કારણે હવે જીવતી મહિલા કે તેના સ્વજનોને દાખલો રદ્દ કરાવવા ધરમ ધક્કા ખાવા પડશે.

આ પણ વાંચો : Gujarati Video : ડભોઈમાં રખડતા શ્વાનના આતંકથી લોકો ત્રાહિમામ, 7 દિવસમાં 150થી વધુ લોકોને રખડતા શ્વાન કરડયા

આ ભૂલ પાછળ જવાબદાર સરકારી તંત્ર છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના હાંદોડ ગામના મહિલાનું TBથી મૃત્યુ થયું. આ મરણની નોંધ કરતા સમયે તાલુકો અને જિલ્લો પસંદ કરવામાં ભૂલ થઈ અને ભૂલથી સર્ટિફિકેટ પહોંચી ગયું કરજણ તાલુકાના હાંદોડ ગામે આવી ગંભીર બેદરકારી ફરી ન થાય અને કોઈ સામાન્ય નાગરિકને પરેશાન ન થવું પડે તે માટે તંત્રએ યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

વડોદરા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો