જામનગર મનપા સામે વિપક્ષનો મોટો આરોપ, ભૂગર્ભ ગટરની કામગીરીમાં ખોટા બિલ બનાવી પૈસા ખાવાનો આક્ષેપ- Video

|

Sep 22, 2024 | 4:08 PM

જામનગર મહાનગરપાલિકા સામે વિપક્ષે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. વિપક્ષનો આરોપ છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ભૂગર્ભ ગટરની કામગીરીમાં ખોટા બિલ બનાવી પૈસા પચાવી પાડે છે. જે કામગીરી 5 વર્ષ પહેલા 20 લાખમાં થતી હતી તેની આજે 4 કરોડથી વધુ રકમ ચુકવાય છે અને આ ચુકવણીમાં પણ ભ્રષ્ટાચાર થતો હોવાનો વિપક્ષનો આક્ષેપ છે.

જામનગર મનપામાં એક નવો વિવાદ સામે આવ્યો છે. વિપક્ષે આક્ષેપ કર્યા છે, કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ભૂગર્ભ ગટરની કામગીરીના નામે બોગસ બિલ બનાવીને પૈસા પચાવી પાડે છે. અનેક વિસ્તારમાંથી ભૂગર્ભ ગટરની દરરોજ 170 ફરિયાદો આવે છે. ત્યારે, કોન્ટ્રાક્ટરો બિલમાં બે ગણી ફરિયાદ બતાવે છે. ગટરની કામગીરીના નામે અધિકારીઓ ગ્રાન્ટ મેળવે છે અને કોન્ટ્રાક્ટર સાથે મિલિભગતથી નાણા પોતાના ખિસ્સામાં નાંખે છે. તેવા વિપક્ષના આક્ષેપ છે. જેને લઇ વિપક્ષે માગ કરી છે કે, જો તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ ખુલી શકે છે.

મહત્વનું છે, 5 વર્ષ પહેલા ગટરની કામગીરી 20 લાખમાં થતી હતી પરંતુ, તે હવે તેના માટે 4 કરોડથી વધુની રકમ ચૂકવાય છે અને આ બધી ચૂકવણીમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ કરાયા છે. ઉપરાંત, વિપક્ષે એવા પણ આક્ષેપ કર્યા છે, કે જ્યાં કોંગ્રેસના કોર્પોરેટર હોય ત્યાં અધિકારીઓ કામગીરી યોગ્ય રીતે નથી થવા દેતા અને જ્યાં શાસક પક્ષના કોર્પોરેટર હોય ત્યાં સારી કામગીરી કરાય છે.

જો કે આ સમગ્ર આક્ષેપ બાબતે અધિકારીને સવાલ પૂછાયો તો તેમણે તમામ આક્ષેપ ફગાવ્યા અને કહ્યું કે, ફરિયાદ કે શંકા અંગે ઇજનેરો દ્વારા તપાસ કરવામાં આવે છે. ક્યારેય આવી બોગસ ફરિયાદની વાત સામે નથી આવી. એક તરફ રાજકીય કિન્નાખોરીના આક્ષેપ થઈ રહ્યાં છે, તો તંત્રના અધિકારીઓ તેમના પર લગાવેલા આક્ષેપો પાયાવિહોણા હોવાનુ્ં ગાણું ગાઈ રહ્યાં છે. ત્યારે જોવાનું રહ્યું કે, આગામી સમયમાં શું નિકાલ આવે છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:55 pm, Sun, 22 September 24

Next Video