ભુજના સ્વામીનારાયણ મંદિરમાં ભગવાનના પગલાની તોડફોડ, સંતો અને સ્થાનિકોમાં રોષ

|

Feb 12, 2022 | 4:51 PM

ભુજમાં મોચીરાઈ નજીક સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનના પગલા તોડીને સ્થાનિકો ગુમ થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ થતા સંતો અને ભકતોએ મંદિરના આસપાસના વિસ્તારના ભગવાનના પગલાં શોધવાનું શરૂ કર્યું હતું. જેમાં મંદિરના બાજુના તળાવમાં ભગવાનના પગલાં મળી આવ્યા હતા

કચ્છના ભુજમાં(Bhuj) મોચીરાઈ નજીક સ્વામિનારાયણ મંદિરમાં (Swaminarayan Mandir) ભગવાનના પગલા તોડીને સ્થાનિકો ગુમ થઈ ગયા હતા. જેમા કેટલાક અસામાજિક તત્વોએ ભગવાનના પગલા તોડીને પાસેના તળાવમાં(Lake)ફેંકી દીધા હતા. આ અંગેની જાણ થતા સંતો અને ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ હતી. જો કે ભક્તોથી થોડી જહેમત બાદ પાસેના તળાવમાંથી ભગવાનના પગલા મળી આવ્યા હતા. જેમા કોઈ અસામાજિક તત્વો મંદિરમાંથી ભગવાનના પગલા તોડીને બાજુના તળાવમાં ફેંકીને ફરાર થઈ ગયા હતા.

આ સમગ્ર ઘટનાની જાણ થતા સંતો અને ભકતોએ મંદિરના આસપાસના વિસ્તારના ભગવાનના પગલાં શોધવાનું શરૂ કર્યું હતું. જેમાં મંદિરના બાજુના તળાવમાં ભગવાનના પગલાં મળી આવ્યા હતા. તેમજ આ સમગ્ર ઘટનાને કોણે અંજામ આપ્યો છે તે અંગે શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે. તેમજ આ કૃત્ય કરવા પાછળ તેમનો શું ઇરાદો છે તે અંગે પણ તપાસ કરવામાં આવશે.

સમગ્ર કચ્છમાં હાલ હિન્દુ ધાર્મીક સ્થળો પર થઇ રહેલી ચોરીની ધટનાથી લોકોમાં નારાજગી છે. તેવામાં હવે અસામાજીક તત્વો પણ મંદિરોને નિશાન બનાવી રહ્યા છે. ત્યારે પોલિસ તાત્કાલીક આવા તત્વોને પકડે તે જરૂરી બન્યું છે. નહી તો સમગ્ર કચ્છમાં વધતી ઘટનાને લઇને વિરોધ શરૂ થશે. ભુજ મંદિરના તાળા હેઠળના ટ્રસ્ટ સંચાલીત મંદિરમાં થયેલ આ કાંકરીચાળાની ઘટનાથી સમગ્ર કચ્છમાં ભક્તોમાં રોષ છે. ત્યારે જોવું રહ્યું મંદિર ચોરીના ઘટનાનો ભેદ ઉકેલવામાં અત્યાર સુધી નિષ્ફળ પોલિસ હવે આવી પ્રવૃતિ પર રોક માટે કેવા કડક પગલા લે છે.

આ પણ વાંચો : Ahmedabad : હિજાબ વિવાદ મુદ્દે રેલી પૂર્વે કોંગ્રેસ કાર્યકરોની પોલીસે અટક કરી

આ પણ વાંચો : જામનગરઃ જમીન રીસર્વે રદ કરવાની માંગ કરતા ભાજપના નેતા, પુર્વ સાંસદ ચંદ્રેશ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને કરી રજુઆત

Published On - 4:37 pm, Sat, 12 February 22

Next Video