Breaking News : અંકલેશ્વરમાં શાળામાં મોટી દુર્ઘટના, 6 વર્ષના બાળક પર લોખંડનો રેક પડતા મોત, જુઓ Video
ભરૂચ જિલ્લામાં આવેલી અંકલેશ્વરના પીરામણ ગામની એક પ્રાથમિક શાળામાં ગુરુવારે દુખદ ઘટના બની હતી. શાળામાં ચાલતા બાલવાટિકાના વર્ગમાં અભ્યાસ કરતા એક 6 વર્ષના બાળક પર અચાનક લોખંડનો રેક પડ્યો હતો. આ ઘટનામાં 6 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, બાળક શાળામાં રમતો હતો ત્યારે અચાનક લોખંડનો રેક તેના પર પડી ગયો હતો. દુર્ઘટનામાં બાળકના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ. ઘટનાની જાણ થતાં શાળામાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને વાલીઓ અને સ્થાનિક લોકોમાં બાળકોને લઇને ચિંતા જોવા મળી હતી.
આ દુર્ઘટના બાદ શાળાઓમાં બાળકોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. શાળાના સંચાલન અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે તાત્કાલિક તપાસની માંગ ઉઠી છે.