ગીર સોમનાથ (Gir somnath)ના વેરાવળમાં ભોય સમાજ (Bhoi community )દ્વારા ભૈરવનાથ દાદાની દર્શન-પૂજા સાથે પરંપરાગત હોળી પર્વની ઉજવણી (Celebration)કરવામાં આવી. શારદા સોસાયટીમાં પથ્થર, માટી, વાંસ, કાગળનો ઉપયોગ કરી શિવના રૂદ્ર સ્વરૂપ કાલભૈરવની 20 ફૂટ ઉંચી વિશાળ મૂર્તિ બનાવવામાં આવે છે. વેપારમાં વૃદ્ધિ અને નિસંતાન દંપત્તિઓ બાળક જન્મતા જ માનતા પૂર્ણ કરવા અહીં આવે છે. શિશુઓને પગે લગાડીને હારડા ધરાવે છે.
કાલભૈરવ કળિયુગનાં જાગૃત દેવતા છે. શિવ પુરાણમાં ભૈરવને મહાદેવ શંકરનું સ્વરૂપ જણાવવામાં આવ્યા છે. તેમની આરાધનામાં કોઈ કઠોર નિયમો નથી. શિવજીની જેમ જ તેઓ ભક્ત પર બહુ જલ્દી રીઝી જાય છે. જેથી ગીર સોમનાથના વેરાવળમાં હોળીના તહેવારમાં શારદા સોસાયટી ખાતે સમસ્ત ભોઇ સમાજ વિવિધ પથ્થર, માટી, વાંસ, કાગળ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી કાલ ભૈરવદાદાની 20 ફૂટ ઉંચી વિશાળમુર્તિ બનાવે છે. 1 મહિના જેટલા સમયમાં 100 થી વધુ યુવાનો આ મૂર્તિ બનાવે છે. આ અનોખી હોળી ઉજવણીમાં આસપાસના ગામમાંથી પણ લોકો મોટી સંખ્યામાં ભૈરવનાથના દર્શને આવે છે.
ખુબજ પ્રાચીન કાળથી આ મુર્તિ અહી જ બનાવવામાં આવે છે. અહી માનતા કરનારની માનતા ભૈરવનાથ દાદા અચુક પુરી કરતા હોવાની માન્યતા છે. અહીંની માનતા માનવાથી વ્યાપારમાં લાભ આપવાથી લઇને નિ:સંતાનને સંતાન પ્રાપ્ત થતા હોવાની લોકોમાં આસ્થા છે. આ મૂર્તિ લાખો શ્રદ્ધાળુઓના શ્રદ્ધાનું કેન્દ્ર છે.
વેરાવળમાં ભોય સમાજ દ્વારા અંદાજે 200 વર્ષોથી આ પરંપરા મનાવવામાં આવે છે. માનતા પુરી થતા ભક્તો નવજાત શિશુઓને પગે લગાડવા અહી આવે છે. નવજાત શિશુઓને પગે લગાડવા માટે અહીં લાંબી લાઇન લાગતી હોય છે. હજારો ભાવિ ભક્તો દર વર્ષ અહીં દર્શન માટે લાંબી લાઇનો લગાવતા હોય છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-