Gujarati Video : યુવરાજસિંહે દહેગામમાં રૂ. 51 લાખમાં બંગલો ખરીદ્યો હોવાનું સામે આવ્યુ, SITની ટીમે બંગલાનો દસ્તાવેજ જપ્ત કર્યો

| Edited By: | Updated on: May 03, 2023 | 4:12 PM

યુવરાજસિંહે (Yuvrajsinh) દહેગામમાં રૂપિયા 51 લાખમાં બંગલો ખરીદ્યો હોવાનું સામે આવ્યુ છે. દહેગામમાં બંગલો ખરીદવા યુવરાજના સસરાએ રૂ. 6 લાખનું આંગડિયું કર્યાની ચર્ચા છે.

ભાવનગર તોડકાંડના આરોપી યુવરાજસિંહને લઇને મોટો ખુલાસો થયો છે. યુવરાજસિંહે દહેગામમાં રૂપિયા 51 લાખમાં બંગલો ખરીદ્યો હોવાનું સામે આવ્યુ છે. દહેગામમાં બંગલો ખરીદવા યુવરાજના સસરાએ રૂ. 6 લાખનું આંગડિયું કર્યાની ચર્ચા છે. ભાવનગર SITની ટીમે આ બંગલાનો દસ્તાવેજ જપ્ત કર્યો છે.

આ પણ વાંચો-Mahesana : ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થિનીના મોતના કેસમાં મોટો ઘટસ્ફોટ, સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કરી હત્યા, જુઓ Video

યુવરાજસિંહના સસરાએ ભાવનગરથી દહેગામ રૂપિયા 6 લાખનું આંગડિયું મોકલ્યું હતું. જે રુપિયાથી યુવરાજસિંહ જાડેજાએ દહેગામમાં રૂપિયા 51 લાખમાં બંગલો ખરીદ્યો હોવાની ચર્ચા છે. દહેગામની વ્રજગોપી રેસિડેન્સીમાં યુવરાજસિંહે બંગલા નંબર 29 ખરીદ્યો હોવાની વિગતો પોલીસને મળી છે. સમગ્ર કેસની તપાસ કરી રહેલી ભાવનગર SITની ટીમે આ જ બંગલાનો દસ્તાવેજ પણ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

તમને જણાવી દઇએ કે દહેગામની વ્રજગોપી રેસિડેન્સીમાં 150 વારના 100 જેટલા વૈભવી બંગલો આવેલા છે. દાવો છે કે યુવરાજના સસરાએ આ જ બંગલાની ખરીદી પેટે રકમની ચૂકવણી માટે આંગડિયું કર્યું હતું. ત્યારે પોલીસ તપાસમાં વધુ કયા નવા ખુલાસા થાય છે તે જોવું રહ્યું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…