Bhavnagar : ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ તડામાર તૈયારી, જુઓ Video

|

Jun 01, 2023 | 9:32 PM

ભાવનગરમાં 38મી રથયાત્રાને લઈ ભકતોમાં ભારે ઉત્સાહ જોવ મળી રહયો છે. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ તડામાર તૈયારી શરૂ કરાઇ છે. આગામી તા. 20ના રોજ શહેરના રાજમાર્ગો પર રથયાત્રા નીકળશે.

Bhavnagar: દર વર્ષની પરંપરા મુજબ છેલ્લા 38 વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ આગામી 20 જૂન અષાઢી બીજના દિવસે ભાવનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. આ રથયાત્રા માટે એક માસ પહેલા જ રથયાત્રા સમિતિ દ્વારા તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવે છે. જેમાં 1 મહીના અગાઉથી રથયાત્રા સમિતી દ્વારા કાર્યાલયને ખુલ્લું મુકવામાં આવ્યું. બાદમાં હવે એક પછી એક તૈયારીઓને આખર ઓપ આપી દેવામાં આવી રહ્યો છે. ભગવાન માટેના રથને પણ સાફસૂફ કરીને મેન્ટેનન્સથી લઇને તમામ પ્રકારની તૈયારીઓ શરું કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : અમદાવાદના શાહપુરમાં હિટ એન્ડ રનની ઘટના, એક્ટિવા પર સવાર દંપતીમાંથી પતિનું મોત

શહેરમાં ઠેર-ઠેર કેસરિયા માહોલ ઉભો કરવા અંદાજે 25000થી વધુ ધજાઓ બનાવવામાં આવી રહી છે. મહત્વનું છે કે જય જગન્નાથના નાદ સાથે ભાવનગરમાં 38મી રથયાત્રા નિકળશે. આગામી તા.20ના રોજ દર વર્ષની પરંપરા મુજબ શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે આ વર્ષે પણ શહેરના રાજમાર્ગો પર રથયાત્રા નીકળશે. અષાઢી બીજના દિવસે જગતના નાથના દર્શન કરવા માટે ભાવેણા વાસીઓ મોટી સંખ્યામાં ઉમટશે.

ભાવનગર  અને ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video