ભાવેણાવાસીઓને હવે રોડ પરના ખાડાઓથી મળશે મુક્તિ, Tv9ના અહેવાલ બાદ તંત્રએ ખાડા પુરવાની કામગીરી હાથ ધરી-Video

ચોમાસુ શરૂ થયુ ત્યારથી ભાવનગર શહેર ખાડા નગર બની ગયુ છે. રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ જોવા મળે છે. ત્યારે Tv9 ગુજરાતીએ ભાવેણાવાસીઓની આ સમસ્યાને વાચા આપતો ધારદાર અહેવાલ પ્રસારીત કર્યો હતો. જે બાદ તંત્રની આંખ ખૂલી છે અને હવે શહેરમાં ખાડાઓ બુરવાની કામગીરી હાથ ધરી છે.

| Edited By: | Updated on: Oct 26, 2025 | 2:35 PM

ભાવનગરમાં tv9 ગુજરાતીએ પ્રસારીત કરેલા અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. ચોમાસુ શરૂ થયુ ત્યારથી ભાવનગર શહેર ખાડાગ્રસ્ત બન્યુ હતુ. જેના કારણે ભાવેણાવાસીઓને પારાવાર મુશ્કેલી વેઠવી પડતી હતી. tv9એ ભાવેણાવાસીઓની આ સમસ્યાને વાચા આપતો અસરદાર અહેવાલ પ્રસારીત કરતા તંત્ર હવે હરકતમાં આવ્યુ છે અને શહેરમાં ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરી છે. વરસાદને કારણે શહેરના અનેક રસ્તાઓ પરથી બિસમાર બન્યા હતા. જેના કારણે વાહનચાલકો વારંવાર અકસ્માતનો ભોગ બની હ્યા હતી. સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતા મનપાએ કોઈ જ નક્કર કામગીરી ન કરતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. tv9એ તંત્રને જગાડવા માટે ધારદાર અહેવાલ પ્રસારીત કરતા તંત્ર એ જાણે હવે આળસ ખંખેરી છે અને શહેરના ખાડાગ્રસ્ત રસ્તાઓને રિસરફેસ કરવાની કામગીરી હાથ ધરી છે.

મનપાના અધિકારીનો દાવો છે કે વરસાદને કારણે રસ્તાઓ પર ખાડા પડ્યા હતા, પરંતુ દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને અમે તાત્કાલિક ધોરણે પેચ વર્ક પૂર્ણ કર્યું છે. મોટાભાગના રોડ પરનાખાડા પુરાઈ ગયા છે અને ટૂંક સમયમાં તમામ રસ્તાઓનું સમારકામ પૂર્ણ થઈ જશે તેવા દાવા મનપા દ્વારા કરવામાં આવી રહ્યાં છે.

જો અમેરિકામાં શટડાઉન લાંબુ ખેંચાયુ તો મહાસત્તાનું સિંહાસન ડોલવા લાગશે કે કેમ?– વાંચો