વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે ટ્વીટ કરીને ભાવનગર યુનિવર્સિટીમાં પેપરલીક થવાનો દાવો કર્યો હતો. ત્યારે પેપર લીક થયાના આક્ષેપ મામલે યુનિવર્સિટીએ તપાસ માટે ત્રણ સભ્યોની કમિટીની રચના કરી છે. કમિટીમાં 2 ECના સભ્યો અને સબ રજીસ્ટ્રારની નિમણૂંક કરવામાં આવી છે. સાથે જ પરીક્ષા લેવાયેલા 14 સેન્ટર પરના CCTV ફુટેજ પણ લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો-Gujarati Video : મહેસાણાના કાસવા ગામે લોકડાયરામાં થયો ડોલરનો વરસાદ, વિદેશથી આવેલા ભક્તોએ ઉડાવી નોટો
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ટ્વિટ કરીને ભાવનગરમાં યુનિવર્સિટીનું બી. કોમ. સેમેસ્ટર-6નું પેપર લીક થવાનો આક્ષેપ કર્યો હતો. ફાઈનાન્સ એકાઉન્ટનું પેપર લીક થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. યુનિવર્સિટીની 2 એપ્રિલના રોજ ફાઇનાન્સ એકાઉન્ટની પરીક્ષા લેવાઇ હતી. બપોરે પરીક્ષા 3.30 કલાકે શરૂ થઇ હતી. તે પૂર્વે 3.12 કલાકે વોટ્સએપ અને સોશિયલ મીડિયામાં વાયરલ થયું હોવાના પૂરાવા આપવામાં આવ્યા હતા.
જોકે સાચી હકીકત તો તપાસના અંતે જ બહાર આવી શકે તેમ છે. યુવરાજસિંહે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી અને ભાવનગરના બંને ધારાસભ્યોને પણ સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી અને પોલીસ વિભાગને પણ જાણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
(વિથ ઇનપુટ, અજીત ગઢવી, ભાવનગર)