ભાવનગર: ડુંગળીના ભાવમાં થયો ઘટાડો, હોલસેલ બજારમાં બોલાયા 35થી 40 રૂપિયા પ્રતિકિલો- જુઓ વીડિયો

| Edited By: | Updated on: Nov 25, 2023 | 9:11 PM

ભાવનગર: એક સમયે ડુંગળીના ભાવમાં ધરખમ વધારો થયો હતો. જો કે હાલ ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે. ભાવનગરથી આવતી ડુંગળીના ભાવમાં કડાકો બોલ્યો છે. અગાઉ જે ડુંગળી 80થી 90 રૂપિયે પ્રતિ કિલો વેચાઈ રહી હતી. તેના હાલ પ્રતિ કિલો 30થી 40 રૂપિયા થયા છે.

ડુંગળીના આસમાને પહોંચેલા ભાવ, ફરી ધરતી પર આવી રહ્યા છે. ત્રણ-ચાર દિવસથી મહારાષ્ટ્ર તેમજ મહુવા અને ભાવનગરથી ડુંગળી આવતા ભાવમાં કડાકો બોલ્યો છે. જેને લઈને હોલસેલ બજારમાં ડુંગળીનો ભાવ પ્રતિકિલો 35થી 40 રૂપિયા થઈ ગયો છે. જ્યારે છુટક બજારમાં 80 રૂપિયા જેટલો ભાવ ચાલી રહ્યો છે. જો કે, કમોસમી વરસાદી વાતાવરણને લઈને વેપારીઓ પણ ડુંગળી ખરીદવા તૈયાર નથી.

આ પણ વાંચો: રાજસ્થાનમાં લાગેલા CM શિંદેના એક પોસ્ટરને લઈને ઘમાસાણ, સંજય રાઉતને કહ્યું માત્ર બાળા સાહેબ હતા ‘હિંદુ હ્રદય સમ્રાટ’ – વાંચો

દિવાળી પહેલા ડુંગળીની આવક ઘટી હતી. જેને કારણે તેના ભાવ પણ વધ્યા હતા. જો કે, મહારાષ્ટ્રના નાસિક અને ભાવનગરના મહુવા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી 70 જેટલી ટ્રકોમાં ડુંગળીની આવક થઈ છે. ડુંગળીની આવક રાબેતા મુજબ થતાં ભાવ પણ ગગડ્યા છે. ભાવનગર માર્કેટયાર્ડમાં હાલમાં 1500 જેટલા થેલા એક જ દિવસમાં વેચાણ માટે આવ્યા છે. જો કે, વેપારીઓ વરસાદી વાતાવરણને કારણે ખરીદીથી દૂર છે, ત્યારે ભાવ હજુ ગગડે તેવી શક્યતા છે.

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 25, 2023 09:05 PM