Bhavnagar Breaking News : ભાવનગરના મહુવામાં ક્રિકેટ રમવાની બાબતે માથાકૂટ, બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video

| Edited By: | Updated on: May 27, 2026 | 6:01 PM

ભાવનગર જિલ્લાના મહુવામાં જૂની અદાવતને કારણે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ. વડલી ચોકડી નજીક થયેલી મારામારીમાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

ભાવનગર જિલ્લાના મહુવા વિસ્તારમાં જૂની અદાવતને કારણે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. વડલી ચોકડી નજીક બનેલી આ ઘટનામાં કુલ 7 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, ક્રિકેટ રમવાની બાબતે બંને પક્ષો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મનદુઃખ અને માથાકૂટ ચાલી રહી હતી. આ જૂની અદાવત ધીમે ધીમે ઉગ્ર બનતાં આખરે મારામારી અને હુમલા સુધી મામલો પહોંચ્યો હતો.

બંને જૂથોના લોકોએ એકબીજા પર ધોકા, લોખંડના પાઈપ તેમજ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલામાં અનેક લોકોને ઈજા પહોંચતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે મામલે વધુ તપાસ હાથ ધરી છે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન

Follow Us