ભાવનગર લઠ્ઠાકાંડ : સારવાર દરમિયાન કાળિયાબીડના યુવાનનુ મોત, મૃત્યુઆંક પહોંચ્યો 13 ઉપર
Bhavnagar Latha incident death toll : ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ અનેક લોકોની તબિયત લથડી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 13 વ્યક્તિઓના મોત થયા છે. વધુ એક દર્દીના મોત બાદ મૃતકઆંકમાં વધારો થયો છે.
ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. કાળિયાબીડના સાગવાડી વિસ્તારમાં રહેતા ભાર્ગવ ઉપાધ્યાય નામના વ્યક્તિનું આજે સવારે સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ ભાવનગર લઠ્ઠાકાંડમાં સત્તાવાર મૃતકઆંક 13 પર પહોંચી ગયો છે.
મળતી માહિતી મુજબ, ભાર્ગવ ઉપાધ્યાયની ઝેરી દારૂ પીધા બાદ તબિયત લથડતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી તેમની સારવાર ચાલી રહી હતી. જોકે, આજે સવારે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 13ના મોત
ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ અનેક લોકોની તબિયત લથડી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 13 વ્યક્તિઓના મોત થયા છે. વધુ એક દર્દીના મોત બાદ મૃતકઆંકમાં વધારો થયો છે.
હજુ પણ દર્દીઓ સારવાર હેઠળ
લઠ્ઠાકાંડની ઘટનામાં ઝેરી દારૂની અસરથી હજુ પણ 4થી વધુ દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાવનગરની સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર ચાલી રહી છે. એક તરફ દર્દીઓની સારવાર ચાલી રહી છે, ત્યારે વધુ એક દર્દીના મોતથી સમગ્ર ઘટનામાં મૃતકઆંક 13 પર પહોંચ્યો છે.
ભાવનગર લઠ્ઠાકાંડ: મુકેશ ડામોરના મોત સાથે મૃત્યુઆંક 12 પર પહોંચ્યો, જુઓ Video