Bhanvnagar : કોરોનાના વધતાં કેસ વચ્ચે તંત્ર એલર્ટ, શરૂ કરી આ તૈયારીઓ

|

Jan 10, 2022 | 11:46 PM

ભાવનગર કોર્પોરેશન દ્વારા ધનવંતરી રથ દ્વારા આયુર્વેદિક ઉકાળા વહેંચવાનું પણ કામગીરી કરવામાં આવશે. તેની સાથે જ મહાનગર પાલિકાના કમિશનર દ્વારા લોકોને ત્રીજી લહેરથી સાવધાન રહેવા સૂચન કર્યું છે.

સમગ્ર ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona) કેસ વધી રહ્યા છે તેવામાં ભાવનગરનું(Bhavnagar) કોર્પોરેશન તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે.. ભાવનગર શહેરમાં તમામ વોર્ડમાં ધનવંતરી રથ(Dhanvantri Rath)શરૂ કરવામાં આવ્યા છે. જેમાં 10 જાન્યુઆરીના રોજ કોરોનના દર્દીઓની સંખ્યા 491ને પાર પહોંચી છે .

પરંતુ 98 ટકા દર્દીઓ ઘરે જ રહી સારવાર લઈ રહ્યા છે. ભાવનગર શહેરમાં 10 જાન્યુઆરીના રોજ કોરોનાના 93 કેસ નોંધાયા છે.કોરોનાની રોકથામ માટે સંજીવની રથ પણ શરૂ કરવામાં આવશે જે ઘરે રહેલા તમામ દર્દીઓને તપાસ કરવામાં આવશે સાથે જ આયુર્વેદિક તથા હોમીયોપેથી ઉપચારની પણ મદદ લેવામાં આવી રહી છે.

ભાવનગર કોર્પોરેશન દ્વારા ધનવંતરી રથ દ્વારા આયુર્વેદિક ઉકાળા વહેંચવાનું પણ કામગીરી કરવામાં આવશે. તેની સાથે જ મહાનગર પાલિકાના કમિશનર દ્વારા લોકોને ત્રીજી લહેરથી સાવધાન રહેવા સૂચન કર્યું છે.

ભાવનગરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.. જોકે હજુ લોકોને મોટાપ્રમાણમાં દાખલ કરવાની સ્થિતિ નથી.પરંતુ તૈયારીના ભાગરૂપે શહેર અને જિલ્લાની સરકારી હોસ્પિટલોને સજ્જ કરી દેવાઈ છે.. પરિસ્થિતિ બેકાબૂ થાય તો તેને પહોંચી વળવા હોસ્પિટલોમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉભી કરી દેવાઈ છે.

ભાવનગર જિલ્લા સિવાય બોટાદ, અમરેલી અને ઉના સુધીના દર્દીઓ ભાવનગરની સર.ટી હોસ્પિટલ ખાતે આવતા હોય છે.. જેને લઇને બીજી લહેરમાંથી શીખ લઈને તંત્ર દ્વારા સર.ટી.હોસ્પિટલમાં ઓક્સિજન સાથેના ૮૫૦ બેડ, વેન્ટિલેટર સાથેના 250 બેડ તૈયાર કરાયા છે.. મહત્વનું છે કે ભાવનગરમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

દર કલાકે 3 પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. શહેરમાં રિકવરી રેટ 97.15 ટકા અને જિલ્લામાં ઘટીને 97.32 ટકા થઈ ગયો છે.

આ પણ વાંચો : Ahmedabad : આઇએમએમમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું, 54 લોકો કોરોના પોઝિટિવ

આ પણ વાંચો :  ગુજરાતમાં કોરોનાના 6097 કેસ નોંધાયા, બે વ્યકિતના મૃત્યુ, ઓમીક્રોનના 28 કેસ

Next Video