Bhavnagar: મહુવામાં નેસવડ નજીર નવાનકોર રોડમાં પડ્યા ભ્રષ્ટાચારના ગાબડા, જુઓ Video
Bhavnagar: ભાવનગરના મહુવામાં રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે. નેસવડ નજીક નવાનકોર રોડમાં ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે. જેને લઈને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. એટલુ જ નહીં રોડ બનાવવામાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયુ હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે.
Bhavnagar: ભાવનગરના મહુવામાં રોડની કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મહુવા નેસવડ નજીક રોડ બનીને તૈયાર થાય તે પહેલાં જ બ્રિજમાં ભ્રષ્ટાચારના ગાબડા પડ્યાં છે. ભાવનગરથી દ્વારકા સુધી નેશનલ હાઈવેની કામગીરીમાં પોલંપોલ જોવા મળી રહી છે. હજી તો બ્રિજ અને રોડ બન્યો પણ નથી ત્યાં તો મોટી તિરાડો પડી ગઇ છે. જેને લઇ કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. એટલું જ નહીં રોડ બનાવવામાં હલકી ગુણવત્તાનું મટિરીયલ વપરાયું હોવાનો આક્ષેપ થયો છે.
આ પણ વાંચો: Gujarat Video: રિવાબા સાથેના વિવાદ મુદ્દે પૂનમ માડમે આખરે કહેવુ પડ્યુ રિવાબા મારા નાની બેન જેવા
બીજી તરફ બ્રિજના કામમાં ક્ષતિઓ જોવા મળતા તંત્રએ ઢાંકપિછોડાનો પ્રયાસ શરૂ કર્યો અને બ્રિજના કામમાં થયેલો ભ્રષ્ટાચાર બહાર ન આવે તે માટે ફરી સમારકામ શરૂ કરાયું છે. કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાને બદલે તંત્રે બ્રિજનું સમારકામ શરૂ કર્યું છે. ત્યારે અહીં સવાલ થાય કે હજી તો રોડ બન્યો પણ નથી અને અત્યારથી જ ગાબડા પડી ગયા. રોડના કામમાં કેટલી હલકી ગુણવત્તાનું મટિરીયલ વપરાયું હશે. શું તંત્ર જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરશે કે પછી માત્ર નોટિસ આપી સંતોષ માનશે.
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો