Gujarat Video: રિવાબા સાથેના વિવાદ મુદ્દે પૂનમ માડમે આખરે કહેવુ પડ્યુ રિવાબા મારા નાની બેન જેવા
Jamnagar: જાહેર કાર્યક્રમ દરમિયાન બોલાચાલી બાદ આખરે પૂનમ માડમે સ્પષ્ટતા કરી છે. પૂનમ માડમે જણાવ્યુ છે કે રીવાબા સાથે નાની ગેરસમજથી થોડીવાર વાતાવરણ ગરમાઈ ગયુ હતુ. રિવાબા મારી નાની બહેન જેવા છે, અમે તમામ કાર્યકર્તા પરિવારની જેમ કામ કરીએ છીએ
Jamnagar: ધારાસભ્ય રિવાબા સાથે વિવાદ મુદ્દે આખરે પૂનમ માડમ સ્પષ્ટતા કરી. પૂનમ માડમે સ્પષ્ટતા કરતા કહ્યું કે, હું મેયરની અધ્યક્ષતામાં થયેલા શહીદ સ્મારકના લોકાર્પણના કાર્યક્રમમાં ગઈ હતી. તે દરમિયાન સ્થળ પર નાની ગેરસમજ ઉભી થઇ હતી. બીજુ કઈ ન હતું. રિવાબા મારા નાના બહેન જેવા છે. અમે તમામ કાર્યકર્તાઓ પરિવારની જેમ કામ કરીએ છીએ. નાની ગેરસમજથી થોડીવાર વાતાવરણ ગરમાઈ ગયું.
વધુમાં માડમે કહ્યું કે, મે સાંસદ તરીકે મારી ફરજ નિભાવી છે, પાર્ટીની શિસ્તનો કોઈ ભંગ કર્યો નથી. ભાજપએ એક મોટો પરીવાર છે, પરીવારમાં ક્યારેક વાસણ ખખડતા હોય તે સામાન્ય છે. ત્યારે સ્થિતિ સામાન્ય હોવાનું પૂનમ માડમે સ્પષ્ટતા કરી.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત
અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ
ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video
સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત
