Bhavnagar : મહુવામાં કોંગ્રેસના પૂર્વ મહિલા નગરસેવકની અજાણ્યા શખ્સોએ કરી હત્યા- Video
Bhavnagar: ભાવનગરના મહુવા તાલુકામાં કોંગ્રેસના પૂર્વ નગરસેવક મુમતાઝ કલાણીયાની કેટલાક અજાણ્યા શખ્સોએ હત્યા કરી છે. મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘુસી હત્યા કરી હતી. પૂર્વ મહિલા નગરસેવકને માથામાં અને પગને ભાગે ઈજા થઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે.
Bhavnagar: ભાવનગરના મહુવામાં કોંગ્રેસના પૂર્વ મહિલા નગરસેવક મુમતાઝ કલાણીયાની હત્યા થઇ છે. ઘટના ગઇ કાલ મોડી રાતની છે. અજાણ્યા શખ્સો પૂર્વ મહિલા નગરસેવકના વાસીતળાવ પાસે આવેલા ઘરમાં ઘૂસ્યા હતા અને બોથડ પદાર્થના ઘા ઝીંકીને મહિલાની હત્યા કરી દીધી. બોથડ પદાર્થના ઘા વાગતા મુમતાઝ કલાણીયાને માથા અને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ સ્થળ પર જ મોત નીપજ્યું હતુ.
ઘટનાની જાણ થતા મહિલાના સગા-સંબંધી સહિત પોલીસ પણ સ્થળ પર પહોંચી. પોલીસે મૃતેદહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને હત્યારાઓ અંગે તપાસ હાથ ધરી છે. મહિલા નગરસેવકની હત્યા ક્યા કારણોસર કરવામાં આવી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
Input Credit- Sanjay Vala- Mahuva
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos