Gujarati Video : ભાવનગરમાં સંપની છત તૂટી જતા પ્રદૂષિત પાણી પીવા મજબૂર બન્યા નગરજનો, તંત્રે આંખ આડા કાન કર્યા હોવાના આક્ષેપ

| Edited By: | Updated on: May 11, 2023 | 12:38 PM

ભાવનગરમાં ચિત્રા વિસ્તારમાં 30 વર્ષ પહેલા ફિલ્ટરેશન પ્લાન્ટ બનાવ્યો હતો. જેની છત એક વર્ષથી તૂટેલી છે. અહીં સંગ્રહ થતા પાણીના જથ્થામાં ધૂળ અને કચરો પડે છે. આ ગંદુ પાણી ફિલ્ટર કરી ચિત્રા, ફૂલઝર, સીદસર, કુંભારવાડા અને મિલિટરી સોસાયટી વિસ્તારના એક લાખ લોકોને આપવામાં આવે છે.

ભાવનગર ( Bhavnagar )મહાનગરપાલિકાની પ્રજાને પાણી વિતરણને લઈ ગંભીર બેદરકારી સામે આવી છે. ચિત્રા વિસ્તારમાં 30 વર્ષ પહેલા ફિલ્ટરેશન પ્લાન્ટ બનાવ્યો હતો. જેની છત એક વર્ષથી તૂટેલી છે. અહીં સંગ્રહ થતા પાણીના જથ્થામાં ધૂળ અને કચરો પડે છે. આ ગંદુ પાણી ફિલ્ટર કરી ચિત્રા, ફૂલઝર, સીદસર, કુંભારવાડા અને મિલિટરી સોસાયટી વિસ્તારના એક લાખ લોકોને આપવામાં આવે છે.

આ પણ વાંચો : Bhavanagar : યુવરાજસિંહે ફરી એક વાર કર્યો મોટો ઘટસ્ફોટ, આજે ભાવનગર SOG કચેરીમાં થશે હાજર, જુઓ Video

આટલા મોટા વિસ્તારમાં પ્રૂદષિત પાણી પહોંચે તો રોગચાળાનો ખતરો રહે છે. ત્યારે કોંગ્રેસે ક્ષતિગ્રસ્ત સંપના તાકીદે સમારકામ કે નવો બનાવવાની માગ કરી છે. આ ઉપરાંત લાંબા સમયથી ચાલતી પોલંપોલ અંગે વિપક્ષે પાલિકાના અધિકારીઓ અને મેયરની આકરી ઝાટકણી કાઢી છે. ભાવનગર મનપા ભલે એક લાખ લોકોને દરરોજ 18 MLD પાણી ફિલ્ટર કરીને આપે છે. પરંતુ પીવાના પાણીમાંથી દુર્ગંધ ઓછી થતી નથી. આ સંપની છત તૂટેલી હોવાની જાણ અધિકારીઓને લાંબા સમયથી છે. પરંતુ ભાવનગર મનપાનું આળસુ તંત્ર સતત આંખ આડા કાન કરી રહ્યું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…