ભાવનગર: મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની પુષ્કળ આવક, સાડા ત્રણલાખ ગુણી આવી જતા ખેડૂતોને ડુંગળી ન લાવવા કરાઈ અપીલ- વીડિયો
ભાવનગર: મહુવામાર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની હાલ પુષ્કળ આવક થઈ છે. યાર્ડમાં હાલ 3.50 લાખ ગુણીની આવક થઈ ગઈ છે. જેના પગલે આગામી સાત દિવસ સુધી ડુંગળી ન લાવવા માટે અપીલ કરાઈ છે. યાર્ડમાં ડુંગળી ઉતારવાની જગ્યા ન હોવાથી યાર્ડ દ્વારા નવી આવક પર રોક લગાવવામાં આવી છે.
ભાવનગર જિલ્લો ડુંગળીનુ હબ ગણાય છે. ભાવનગરની લાલ ડુંગળીની આવક ગુજરાતભરમાં માગ રહે છે. ભાવનગરના તળાજા, મહુવા સહિતના વિસ્તારોના ખેડૂતો મોટાભાગે ડુંગળીનુ વાવેતર કરે છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં હાલ લાલ ડુંગળીની પુષ્કળ આવક થઈ છે. યાર્ડમાં 3.50 લાખ ગુણી ડુંગળીની આવક થઈ છે. જેના પગલે હાલ યાર્ડમાં નવી ડુંગળી આવે તો ઉતારવાની પણ જગ્યા ન હોવાથી ડુંગળીની આવક પર રોક લગાવવામાં આવી છે. અંદાજે સાત દિવસ સુધી ખેડૂતોને ડુંગળી ન લાવવા અપીલ કરાઈ છે.
સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે. તળાજા, મહુવા સહિત ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમા બહુ મોટા પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન થાય છે. ભાવનગર જિલ્લાની ડુંગળીની કવોલિટી પણ ખૂબ સારી હોવાથી અન્ય રાજ્યોમાં પણ ભાવનગર જિલ્લાની ડુંગળીની ખૂબ મોટી માંગ રહે છે. ત્યારે આ વર્ષે પણ ડુંગળીનું બમ્પર ઉત્પાદન થયુ છે. ભાવનગર, મહુવા અને તળાજાના માર્કેટિંગયાર્ડ ડુંગળીથી છલકાઈ રહ્યા છે.
આજથી દોઢ મહિના પહેલા જે ડુંગળી 20 કિલો 800 રૂપિયામાં મળતી હતી. બજારમાં ડુંગળીનો મબલખ પાક આવતા આજે 80 રૂપિયામાં 20 કિલો મળી રહી છે. કઇ રીતે ડુંગળીને વેચવી ? ભાવનગર એક જ યાર્ડમાં 2.75 લાખ ગુણી ડુંગળીનું આવક થઈ છે. ત્યારે આજે 100 રૂપિયાથી લઈને 225 રૂપિયામાં 20 કિલો ડુંગળી ભાવનગર યાર્ડમાં હરરાજીમાં વેચાઈ છે. જોકે હાલમાં આ ડુંગળીનો નિકાલ ન થાય ત્યાં સુધી ખેડૂતોને ડુંગળી યાર્ડમાં લાવવા પર મનાઈ કરવામાં આવી છે. કારણકે યાર્ડમાં હાલમાં ડુંગળી મુકવા માટે પણ જગ્યા નથી તેવી સ્થિતિ સર્જાઈ છે.
Input Credit- Sanjay Vala- Mahuva
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો