ભરૂચ વીડિયો : Owaisi ની એન્ટ્રીથી AAP-Congress માં કોને થશે નુકસાન અને કોણ મેળવશે લાભ?

|

Mar 29, 2024 | 9:45 AM

ભરૂચના ચૂંટણી મહાસંગ્રામમાં ઓવૈસીની એન્ટ્રીથી ખળભળાટ મચ્યો છે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે ઓવૈસી કોની વધારશે મુશ્કેલી? ઓવૈસીની પાર્ટીએ ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવાર જાહેર કરવાની જાહેરાત કરતા ભરૂચના રાજકારણમાં ભડકો થયો છે.

ભરૂચના ચૂંટણી મહાસંગ્રામમાં ઓવૈસીની એન્ટ્રીથી ખળભળાટ મચ્યો છે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે ઓવૈસી કોની વધારશે મુશ્કેલી? ઓવૈસીની પાર્ટીએ ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવાર જાહેર કરવાની જાહેરાત કરતા ભરૂચના રાજકારણમાં ભડકો થયો છે. સમગ્ર ગુજરાતમાં ભરૂચ લોકસભાની બેઠક એવી બેઠક છે જ્યાં મુસ્લિમ મતદારોની સંખ્યા 40 ટકા છે.

મુસ્લિમ અને આદિવાસી મતદારો ભરૂચમાં નિર્ણાયક સાબિત થાય છે ત્યારે જો આ બંને સમાજમાંથી એકમાં પણ ગાબડું પડશે તો ભરૂચની બાજી હાથમાં સરકી શકે છે.આ વાતને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા ખુબ સારી રીતે સમજી રહ્યા છે જેના કારણે તેઓ અત્યારથી જ ઓવૈસીની પાર્ટીને સમજાવવાની વાત કહી રહ્યા છે.

ચૈતર વસાવા બરાબર સમજી રહ્યા છે કે જો ભરૂચમાં જીતવું હશે તો મુસ્લિમ મતોને એકજુટ રાખવા પડશે ત્યારે ચૈતર વસાવાએ ભાજપ પર નિશાન સાધ્યું અને કહ્યું કે ભાજપ તેઓને હરાવવા માટે અન્ય પાર્ટીઓને ભરૂચ લાવી રહ્યા છે. મુસ્લિમ અને આદિવાસી અપક્ષ ઉમેદવાર ઉભા રાખી રહ્યા છે

ઓવૈસીની એન્ટ્રીથી ભાજપ ઘેલમાં આવી ગયું છે.ઓવૈસી AAPના મત તોડશે જેનો સીધો ફાયદો ભાજપને થઇ શકે છે. વર્ષ 2019માં ભાજપના ઉમેદવારને 6,37,795 મત મળ્યાં હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવારને માત્ર 3,03,581 મત મળ્યાં હતા. સાંસદ અને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાનું કહેવું છે કે ઓવૈસીના આવવાથી તેઓને કોઇ ફેર નહીં પડે કારણકે AAP અને ઓવૈસી એક બીજા પર્યાય છે.

ભરૂચ લોકસભાની બેઠક પર 14 લાખ જેટલા મતદારો છે જેમાં 7.34 લાખ પુરુષ મતદારો અને 6.82 લાખ મહિલા મતદારો હતાં. ભરૂચ લોકસભા બેઠક હેઠળ સાત વિધાનસભા બેઠકો છે જેમાં ડેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝગડિયા, ભરૂચ, અંકલેશ્વર અને કરજણ વિધાનસભાઓ સામેલ છે. હાલમાં ડેડિયાપાડા સિવાય તમામ વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્ય છે, જ્યારે ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ગત વિધાનસભા 2022માં ચૂંટણી જીત્યા હતા.

આદિવાસી મતદારો બાદ ભરૂચમાં મુસ્લિમ મતદારો નિર્ણાયક સાબિત થઇ શકે છે.આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ ઘણીવાર હિન્દુત્વ તરફી લાગે છે તેઓ રામમંદિર અને હનુમાન ચાલીસા જેવા મુદ્દાઓ ઉઠાવે છે. આવી પરિસ્થિતિમાં ભરૂચ બેઠકના મુસ્લિમ મતદારો તેમને મત કેટલા પ્રમાણમાં આપે છે તે પણ જોવું રહ્યું.”

 ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Next Video