Bharuch Video : આ દ્રશ્ય ધુમ્મ્સના નહીં પણ ધૂળિયા રસ્તાંના છે, અંકલેશ્વર – વાલિયા રોડ ઉપરથી પસાર થવું દ્વિચક્રી વાહન ચાલકો માટે પડકારજનક
Bharuch : અંકલેશ્વર - વાલિયા રોડ ઉપરથી પસાર થવું દ્વિચક્રી વાહન ચાલકો માટે પડકારજનક સાબિત થઇ રહ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા રસ્તાં ઉપર ધૂળ ઊડતી રહેવાના કારણે વાહનચાલકોને માર્ગ ઉપર બરાબર જોવામાં પણ મુશ્કેલી પડી રહી છે.આ વિસ્તારમાં અકસ્માત(Accident) સર્જવાનો પણ ભય રહે છે.
Bharuch : અંકલેશ્વર – વાલિયા રોડ ઉપરથી પસાર થવું દ્વિચક્રી વાહન ચાલકો માટે પડકારજનક સાબિત થઇ રહ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા રસ્તાં ઉપર ધૂળ ઊડતી રહેવાના કારણે વાહનચાલકોને માર્ગ ઉપર બરાબર જોવામાં પણ મુશ્કેલી પડી રહી છે.આ વિસ્તારમાં અકસ્માત(Accident) સર્જવાનો પણ ભય રહે છે.
વિઝિબિલિટીમાં ઘટાડો
આ વ્યસ્ત માર્ગ ચોમાસામાં ધોવાયો હતો. રસ્તા ઉપર ખાડા પડી જતા તાત્કાલિક નવો રોડ બનાવવું શક્ય ન હોવાથી ચોમાસામાં માર્ગ પર પડેલાં ખાડા પુરવા મકાન વિભાગે ખાડાઓમાં ક્વોરીડસ્ટ પાથરી દીધું હતું. હવે વરસાદ બંધ થતાં ક્વોરીડસ્ટની માર્ગ ઉપર પકડ ઢીલી પડી રહી છે. આ ક્વોરીડસ્ટની ધૂળના રજકણોથી માર્ગ પર વિઝિબિલિટી પણ ઓછી જોવા મળે છે.રાતના સમયે સ્થિતિ વધુ બદતર બને છે જેના કારણે અકસ્માતનો પણ ભય વાહનચાલકોને સતાવી રહ્યો છે.
આરોગ્ય માટે ચિંતાનો વિષય
આ ધૂળીયો રસ્તો અકસ્માત માટે તો ભય ઉભો કરી રહ્યો છે પણ સાથે નિયમિત અહીંથી પસાર થતા વાહનચાલકો અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકો માટે આરોગ્યનીચિંતાનો વિષય પણ બની શકે છે. આ માર્ગ ઉપરથી પસાર થતી વખતે શ્વાસ અને આંખને તકલીફનો સામનો કરવો પડે છે.
ધુમ્મ્સ જેવા દ્રશ્યો સર્જાય છે
વાહનચાલક મિતેષ પટેલે જણાવ્યું હતું કે આ માર્ગ ઉપરથી પસાર થવામાં આવે ત્યારે ધુમ્મ્સ જેવો નજારો નજરે પડે છે. તંત્ર વહેલી તકે કામગીરી હાથ ધરે તેવી અમારી માંગ છે.