Bharuch Video : અકસ્માતમાં ચાર યુવાનોના અપમૃત્યુની ઘટનામાં ટ્રક રોન્ગ સાઈડ તરફ દોડતી હોવાનું સામે આવ્યું, ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો

| Edited By: | Updated on: Oct 13, 2023 | 8:27 AM

Bharuch : ગુરુવારે રાતે દયાદરા - કેલોદ રોડ(Dayadara - Kelod Road) ઉપર અકસ્માતમાં ચાર યુવાનોના અપમૃત્યુ(4 Youth Killed in Road Accident)ની ઘટના મામલે ભરૂચ રૂરલ પોલીસે(Bharuch Police) ટ્રક ચાલક સામે લાપરવાહીથી વાહન હંકારવાનો ગુનો નોંધ્યો છે.

Bharuch : ગુરુવારે રાતે દયાદરા – કેલોદ રોડ(Dayadara – Kelod Road) પર અકસ્માતમાં ચાર યુવાનોના અપમૃત્યુ(4 Youth Killed in Road Accident)ની ઘટના મામલે ભરૂચ રૂરલ પોલીસે(Bharuch Police) ટ્રક ચાલક સામે લાપરવાહીથી વાહન હંકારવાનો ગુનો નોંધ્યો છે. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત(Accident between truck and car)માં કારમાં સવાર 4 યુવાનોના કરુણ મોત નિપજ્યા હતા.

આ પણ વાંચો : Bharuch Video : પોલીસે જાહેર કરેલી માર્ગદર્શિકાની ઐસીતૈસી, ભરૂચ – દહેજ રોડ ઉપર ટ્રકમાંથી પથ્થર પડ્યાં

અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ સિંગલ ટ્રેક રોડ ઉપર વાહન રોડ સાઈડ હંકારી યુવાનોની કાર સાથે અકસ્માત સર્જવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. અકસ્માતનો સર્જક ટ્રક ચાલક ઘટના બાદ વાહન છોડી ફરાર થઈ ગયો હતો.આજે મૃતક યુવાનોની દફનવિધિ કરવામાં આવશે. તમામ મૃતક એકજ ગામના છે. તમામ સૂડી ગામના અને 19 થી 25 વર્ષની વચ્ચેની વયના છે.

અકસ્માતમાં આ ચાર યુવાનો મૃત્યુ પામ્યા છે

  • મુસ્તકીમ મહ્યુદ્દીન દીવાન
  • સાકીર યુસુફ પટેલ
  • ઓસામા રહેમાન પટેલ
  • મહંમદ મકસુદ પટેલ

આ પણ વાંચો : Bharuch Breaking News : દયાદરા-કેલોદ રોડ પર અકસ્માત, ઘટનામાં ચાર લોકોના મોત, જુઓ Video

બનાવની પોલીસ ફરિયાદ ઉપર નજર કરીએતો ટ્રક નંબર GJ 16 AW 0093 ના ચાલકે જંબુસરથી ભરૂચ રોડ સીંગલ પટ્ટી રોડ હોવાનું જાણવા છતા પોતાન હાઇવા ટ્રકને રોન્ગ સાઇડ  ઉપર હંકારી સામેથી આવતી અલ્ટો કાર નંબર GJ 16 DC 7408 ની સાથે અથડાવી અલ્ટોમાં  મુસ્તકીમ મયુદીન દિવાન ઉમર 25 વર્ષ ,  પટેલ ઉસામા મુસાભાઇ ઉમર 19 વર્ષ , પટેલ મુસ્તકીમ મકસુદ ઉંમર 20 વર્ષ તથા પટેલ મોહંમદ સાકીર ઉમર 21 વર્ષ તમામ રહેવાસી સૂડી ગામ , તાલુકા આમોદ ,જિલ્લા  ભરૂચને ગંભીર ઇજાઓ પહોંચાડી તેઓના મોત નિપજાવી ટ્રક મૂકી નાસી ગયો હતો.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 13, 2023 08:27 AM