Bharuch Video : નજીવી સમસ્યાઓમાં પણ લોકો અંતિમ પગલું ભરી રહ્યા છે! નર્મદા મૈયા બ્રિજ ઉપરથી 24 કલાકમાં મોતની છલાંગની બે ઘટના

| Edited By: | Updated on: Oct 08, 2023 | 9:46 AM

Bharuch : દક્ષિણ ગુજરાતને માધ્ય ગુજરાત સાથે જોડતા અતિ મહત્વના નર્મદા મૈયા બ્રિજ (Narmada Maiya Bridge)ને ભરૂચ નજીક આકાર આપવામાં આવ્યા બાદ ટ્રાફિક સમસ્યા હળવી બની છે પણ તંત્ર માટે એક પછી એક ચિંતાઓ ઉભી થઈ રહી છે.

Bharuch : દક્ષિણ ગુજરાતને માધ્ય ગુજરાત સાથે જોડતા અતિ મહત્વના નર્મદા મૈયા બ્રિજ (Narmada Maiya Bridge)ને ભરૂચ નજીક આકાર આપવામાં આવ્યા બાદ ટ્રાફિક સમસ્યા હળવી બની છે પણ તંત્ર માટે એક પછી એક ચિંતાઓ ઉભી થઈ રહી છે.પહેલા અકસ્માતોની હરમાળાએ જિલ્લા કલેકટર તુષાર સુમેરા(Tushar Sumera – Collector, Bharuch) સહીત તંત્રને દોડતું કર્યું હતું તો હવે આ વિસ્તાર પૂલ ઉપરથી છલાંગ લગાવી મોતને વ્હાલું કરનારાઓની વધતી સંખ્યાના કારણે ચર્ચાનો વિષય બન્યો છે.

24 કલાકમાં મોતની છલાંગના બે બનાવ, એકનો બચાવ

નર્મદા મૈયા બ્રિજ  suicide zone બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. બ્રિજ ઉપર સમયાંતરે આત્મહત્યાની ઘટના સામે આવે છે. ભરૂચ સી ડિવિઝન પોલીસે આ માટે પૂલ ઉપર પેટ્રોલિંગ પણ શરૂ કર્યું છે પણ 2 કિમિ લાંબા પૂલ ઉપર સ્થિતિ જાળવવી મુશ્કેલ બની રહી છે. છેલ્લા 24 કલાકમાં વધુ 2 મહિલાઓએ પૂલ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. બે પૈકી એક મહિલા લાપતા છે જયારે અન્યને બચાવી લેવાઈ છે.

હતાશ યુવતીએ ફાયરમેનને કહ્યું “મને મરવા પણ ન દીધી શાંતિથી “

શનિવારે આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવતીને માછીમારોએ બચાવી લીધી હતી. આ યુવતી હતાશ જણાતી હતી જેનું ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર સાથે કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. માનસિક અસ્વસ્થ સ્થિતિમાંથી પસાર થઈ રહેલી જણાતી હતાશ યુવતીએ ફાયરમેનને કહ્યું હતું કે “મને મરવા પણ ન દીધી શાંતિથી ”

પૂલ પર ઉંચી ફેન્સીંગ લગાવવી જોઈએ

માછીમાર ટીનાભાઇ પટેલે જણાવ્યું હતું કે થોડી થોડા સમયે આત્મહત્યાના બનાવ બને છે. માછીમાર બચાવવા પ્રયાસ કરે છે પણ નજર સામે કોઈ મૃત્યુ પામે ત્યારે તેને બચાવી ન શકવાનો રંજ ખુબ પીડા આપે છે. સરકારે આ ઘટનાઓ અટકાવવા પૂલ પર ઉંચી ફેન્સીંગ લગાવી દેવી જોઈએ.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 08, 2023 09:45 AM