ભરૂચ વીડિયો : કોન્સ્ટેબલ પત્નીને દબાણમાં રાખવા પોતાનો બોગસ સસ્પેન્શન લેટર બનાવ્યો, ધરપકડ કરાઈ

ભરૂચમાં પોલીસકર્મી મહેશ સોલંકીએ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સહી કરી પોતાનો જ બોગસ સસ્પેન્શન હુકમ બનાવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. લોક રક્ષક દળનો કોન્સ્ટેબલ ડીવાયએસપી હેડ ક્વાર્ટર ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર હતો

| Updated on: Jun 15, 2024 | 3:15 PM

ભરૂચમાં પોલીસકર્મી મહેશ સોલંકીએ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સહી કરી પોતાનો જ બોગસ સસ્પેન્શન હુકમ બનાવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. લોક રક્ષક દળનો કોન્સ્ટેબલ ડીવાયએસપી હેડ ક્વાર્ટર ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર હતો જેણે પત્નીને દબાણમાં રાખવા સરકારી કોમ્પ્યુટર પર સસ્પેનશન લેટર બનાવી પત્નીને મોકલ્યો હતો. આરોપી કોન્સ્ટેબલ મહેશ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે.

ભરૂચ પોલીસ હેડકવાર્ટરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહેશ સોલંકી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ અનુસાર કોન્સ્ટેબલ મહેશ સોલંકીનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો અને પોતે સસ્પેન્ડેડ હોવાનું પત્નીને કહી દબાણમાં રાખવા તેણે પોલીસ કચેરીના જ કોમ્પ્યુટરમાં ટાઈપ કરી પોતાનો ખોટો સસ્પેન્શન હુકમ તૈયાર કર્યો હતો. આ બાબતની જાણ અધિકારીઓને થતા તપાસ કરવામાં આવી હતી અને અંતે સમગ્ર મામલો બહાર આવતા મહેશ સોલંકી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">