ભરૂચ : નદી નાળામાં ડૂબતા લોકોને રેસ્ક્યુ કરશે રોબોટ, કિનારાથી ઓપરેટ કરી શકાશે, જુઓ વીડિયો

|

Jun 26, 2024 | 12:27 PM

ભરૂચ : લગભગ દર વર્ષે ચોમાસામાં પૂરનો સામનો કરનાર ભરૂચમાં ચોમાસાની શરૂઆત સાથે બચાવ કામગીરી માટે ભરૂચ નગરપાલિકાને રેસ્ક્યુ રોબોટ ફાળવવામાં આવ્યું છે. નદી નાળામાં ડૂબતા લોકોને રેસ્ક્યુ રોબોટ કરશે.

ભરૂચ : લગભગ દર વર્ષે ચોમાસામાં પૂરનો સામનો કરનાર ભરૂચમાં ચોમાસાની શરૂઆત સાથે બચાવ કામગીરી માટે ભરૂચ નગરપાલિકાને રેસ્ક્યુ રોબોટ ફાળવવામાં આવ્યું છે. નદી નાળામાં ડૂબતા લોકોને રેસ્ક્યુ રોબોટ કરશે.

નર્મદા નદીમાં આવતા પૂર સહિતની પરિસ્થિતિમાં પાણીમાં ફસાયેલા લોકો માટે રેસ્ક્યુ રોબોટ પ્રાણરક્ષક બનશે. રિમોર્ટથી સંચાલિત રેસ્ક્યુ રોબટથી પાણી વચ્ચે ફસાયેલા લોકોના જીવ બચાવી શકાશે.

ફાયર વિભાગ દ્વારા નર્મદા નદીમાં રેસ્ક્યુ રોબોટનું સફળ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.ચોમાસામાં નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે પાણીમાં ફસાઈ જનારને બચાવવામાં આ રેસ્ક્યુ રોબર્ટ અસરકારક સાબિત થશે તેમ ભરૂચ નગર સેવા સદનના ચીફ ફાયર ઓફિસર ચિરાગ ગઢવીએ જણાવ્યું  હતું.

આ પણ વાંચો : આજનું હવામાન : સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં અપાયુ યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ, જુઓ Video

Next Video