ભરૂચ : નેશનલ હાઇવે પર બ્રિજ પરથી ટેમ્પો લટકી પડ્યો, નદીના પટમાં પટકાયેલા ક્લીનરનું મોત, જુઓ વીડિયો

ભરૂચ : નેશનલ હાઇવે પર બ્રિજ પરથી ટેમ્પો લટકી પડ્યો, નદીના પટમાં પટકાયેલા ક્લીનરનું મોત, જુઓ વીડિયો

| Updated on: Jan 28, 2024 | 10:27 AM

ભરૂચ : શનિવારે રાતે નેશનલ હાઇવે 48 પર ભરૂચ નજીક આવેલા સરદાર બ્રિજ પર અકસ્માતની ઘટના બની હતી. બેકાબુ ટેમ્પો નર્મદા નદી પર બનાવાયેલ સરદાર બ્રિજની પ્રોટેક્શન તોડી લટકી પડ્યો હતો.

ભરૂચ : શનિવારે રાતે નેશનલ હાઇવે 48 પર ભરૂચ નજીક આવેલા સરદાર બ્રિજ પર અકસ્માતની ઘટના બની હતી. બેકાબુ ટેમ્પો નર્મદા નદી પર બનાવાયેલ સરદાર બ્રિજની પ્રોટેક્શન તોડી લટકી પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સરદાર બ્રિજ પાર અકસ્માતની ઘટનાઓ અને બીજની ફેઈલ ડિઝાઇનના કારણે આ બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો હતો. શનિવારે બ્રિજમાં ટેમ્પો પ્રવેશી ગયો હતો. તેજ ગતિ દરમિયાન ટેમ્પો ચાલકે વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો.

ટેમ્પો બ્રિજનની પ્રોટેક્શન ફેન્સીંગ તોડી લટકી પડ્યો હતો. ગભરાટમાં ક્લીનર દરવાજો ખોલી નાખતા તે પૂલ પરથી પટકાયો હતો જેનું મોત નીપજ્યું હતું જયારે ટેમ્પો ચાલકનો બચાવ થયો હતો.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">