Bharuch : નર્મદાના જળસ્તરમાં નોંધપાત્ર ઘટાડો, રોગચાળો ન ફેલાય તે માટે સફાઈ અભિયાન ચલાવાશે

|

Aug 26, 2022 | 4:21 PM

આજે વહેલી સવારથી સપાટીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સપાટી ૩ ફુટ નીચે જોવા મળી છે. પૂરનાં પાણી ઓસરવાની શરૂઆત સાથે ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળે છે.

વરસાદનું એકપણ ટીપું ન વરસવા છતાં પૂરનો સામનો કરી રહેલા ભરૂચ(Bharuch)માં નર્મદાના પૂરનાં પાણી ઓસરવાની શરૂઆત થતા સ્થાનિકોએ રાહત અનુભવી છે. ભરૂચના ગોલ્ડનબ્રીજ નજીક નર્મદા 25 ફુટ નજીક વહી રહી છે. ભરૂચમાં નર્મદાની ભયજનક સપાટી 24 ફુટ છે જોકે આ સ્તરે પૂરનાં પાણી કાંઠા વિસ્તારમાં ખાસ નુકસાન પહોંચાડતા ન હોવાથી હવે ચિંતા ટળી છે તેમ કહી શકાય. બે દિવસ પૂરની પરિસ્થિતિ રહી હતી. ગુરુવારે રેવાથી 28 ફૂટના મહત્તમ સ્તરે પહોંચ્યા હતા. આ સપાટીએ ભરૂચ શહેર અને અંકલેશ્વરના કાંઠાના ગામોમાં પાણી પ્રવેશવાની શરૂઆત થઇ હતી.

આજે વહેલી સવારથી સપાટીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સપાટી ૩ ફુટ નીચે જોવા મળી છે. પૂરનાં પાણી ઓસરવાની શરૂઆત સાથે ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળે છે. પૂરનાં પાણી કીચડ અને કચરો છોડી જતા હોય છે. આ ગંદકીની તરત સફાઈ ન કરવામાં આવે તો તેના કારણે રોગચાળાનો પણ ભય રહેતો હોય છે. કાઠાંના વિસ્તારમાં વળતાં પાણી સાથે સફાઈ અને દવા છંટકાવ શરુ કરાવાયો છે. આ ઉપરાંત સ્થળાંતર કરાયેલા લોકોના આરોગ્યની તપાસ પણ કરવામાં આવી રહી છે. હજુ ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદી ભયજનક સપાટીએ વહી રહી છે. નર્મદા ડેમમાંથી સતત પાણી છોડાતા નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આજથી ભરૂચ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં ઘટાડો થયો છે. ગોલ્ડનબ્રિજ નજીક નદીની જળ સપાટી 25 ફૂટે પહોંચી છે. જો કે હજી પણ ભયજનક સપાટીએ નર્મદા નદી વહી રહી છે. નદીના જળ સ્તર ભયજનક સપાટીથી એક ફૂટ ઉપર વહી રહ્યાં છે

Published On - 4:21 pm, Fri, 26 August 22

Next Video