Bharuch : શક્તિનાથ હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં! – જુઓ Video

| Updated on: Dec 27, 2025 | 2:01 PM

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં ગુરુવારે બપોરે ધોળે દાડે હિટ એન્ડ રનની ગંભીર ઘટનાનો મામલો પોલીસ ચોપડાથી દૂર રહ્યો છે જયારે શહેરમાં બેફામ દોડતા વાહનોના અકસ્માતનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે.

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં ગુરુવારે બપોરે ધોળે દાડે હિટ એન્ડ રનની ગંભીર ઘટનાનો મામલો પોલીસ ચોપડાથી દૂર રહ્યો છે જયારે શહેરમાં બેફામ દોડતા વાહનોના અકસ્માતનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે.ગુરુવારે બેફામ રીતે દોડી રહેલા એક ટ્રક ચાલકે મોપેડ સવારને ટક્કર મારી ફંગોળી દીધી હતી.

આ અકસ્માતમાં મોપેડ ચાલક રોડ પર પટકાઈ હતી પરંતુ સદનસીબે તેનો જીવ બચી ગયો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં ટ્રક ચાલક અકસ્માત સર્જ્યા બાદ અટક્યા વિના આગળ નીકળી જતો જોવા મળે છે.

સ્થાનિક વેપારી દિલીપસિંહ ખંડેલે જણાવ્યું હતું કે અકસ્માત સર્જનાર ટ્રક ચાલકે ઉભા રહી મોપેડ ચાલકની મદદ કરવાની પણ દરકાર લીધી ન હતી. ઘટના સંદર્ભે ભરૂચ A ડિવિઝન પોલીસ સ્ટેશનના PSO ને પૂછવામાં આવતા આવતા તેમણે આજે 27 ડિસેમ્બરે સવાર સુધી મામલો પોલીસ ચોપડે ન ચઢ્યો હોવાની માહિતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે ગોદી રોડ પર આરસીસી રોડ બનાવવાની કામગીરીના કારણે ભારે વાહનોને શહેરમાંથી અવર-જ્વરની પરવાનગી આપવામાં આવી છે. આ પરવાનગીની આડમાં ભારે વાહન ચાલકો બેફામ બની જતા હોવાની ફરિયાદો સતત સામે આવી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો