ભરૂચ : મહમદપુરા વિસ્તારમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી, લાખોનું નુકસાન

|

Feb 24, 2024 | 11:22 AM

ભરૂચ : ભરૂચના મહમદપુરા વિસ્તારમાં લાકડાના ગોડાઉનમાં લાગેલી આગ 3 મકાનોને ઝપેટમાં લેતા દોડધામ મચી ગઈ હતી. જોતજોતામાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ભરૂચ અને જીઆએનએફસી મળી 4 ફાયર ફાઈટર મદદે બોલાવવા પડ્યા હતા. આગમાં મોટાભાગની ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. 

આગની ઘટનાના  પગલે સ્થાનિક વિસ્તારમાં લોકોના ટોળા એકત્રિત થઇ ગયા હતા. આગના વિકરાળ સ્વરૂપના કારણે ફાયર ફાઇટરોને મદદે  બોલાવવાની ફરજ પડી હતી. 4 ફાયર ફાઇટરોએ કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઘટનાના પગલે સ્થાનિક વિસ્તારમાં ચક્કાજામની સ્થિતિ પણ સર્જાઈ હતી.

આ પણ વાંચો: ભરૂચથી વડોદરા વચ્ચેનું અંતર ઓછા સમયમાં અને વગર અડચણે કપાશે, PM મોદીએ એક્સપ્રેસ વેના વડોદરા-ભરૂચ સેક્શનનું લોકાર્પણ કર્યું

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video