ભરૂચમાં પગપાળા જતા જૈન મુનિઓ પર હુમલાની ઘટના બનતા તંત્ર દોડતું થયું હતું. જોકે પોલીસે ગણતરીના સમયમાં હુમલાખોરનીએ ઝડપી પાડી મામલો ગરમાય તે પહેલા પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ લઇ લીધી હતી.
સૂત્રો અનુસાર ભરૂચમાં થામ – દેરોલ હાઇવે ઉપર જૈન મુનિ અને સાધ્વીઓ પગપાળા જતા હત્યા ત્યારે એક શખ્શે તેમનો પીછો કરી હુમલો કરાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન જૈન સાધુ અને સાધવીઓ પર હુમલાની ઘટનામાં અલ્તાફ હુસેન શેખની સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરાઈ છે. અલ્તાફહુસેન જૈન સંતોની નજીક પહોંચી જતા દૂર રહેવાની સંત સૂચના આપતા તેણે ઉશ્કેરાઈ જઈ હુમલો કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.