ભરૂચ : વહેલી સવારથી ભરૂચ શહેર સહીત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરમાં રસ્તાઓ બંધ કરવા સુધીની નોબત આવી હતી. જળબંબાકારની સ્થિતિ વચ્ચે જિલ્લા કલેકટરે શાળા કોલેજ બંધ રાખવા સૂચના આપી હતી.
ભારે વરસાદ તેમજ હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ એલર્ટ ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે 24/07/2024 બુધવારના રોજ ભરૂચ જિલ્લાના જંબુસર, આમોદ, વાગરા સિવાય તમામ તાલુકાના આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI માં શિક્ષણકાર્ય બંધ રહેશે. Online શિક્ષણકાર્ય ચાલુ રાખી શકાશે.@CMOGuj @InfoGujarat
— Collector & DM Bharuch (@CollectorBharch) July 24, 2024
હવામાન વિભાગની ચેતવણી અનુરૂપ આજે સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ સાવચેતીના ભાગરૂપે જિલ્લાના 6 તાલુકામાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા સૂચના આપી હતી.