ભરૂચ : જુના નેશનલ હાઇવે પર વરસાદી કાંસમાં મહાકાય મગર નજરે પડ્યો, જુઓ વિડીયો

| Edited By: | Updated on: Nov 29, 2023 | 1:23 PM

ભરૂચ :  જુના નેશનલ હાઇવે પર છાપરા પાટિયા નજીક વરસાદી કાસમાં  ઘણા સમયથી મહાકાર મગર સમયાંતરે લટાર મારતો નજરે પડે છે. અગાઉ આ સમસ્યા સામે આવ્યા બાદ વનવિભાગે વિસ્તારમાં પાંજરા ગોઠવ્યા હતા પણ મગર આ પાંજરાની આસપાસ પણ ફરકતો નથી. 

હાલમાં ફરીએકવાર મુખ્યમાર્ગ નજીક વરસાદી કાંસ પાસે મહાકાય મગર નજરે પડતા રાહદારીઓ અને વાહનચાલકોમાં કુતુહુલ સર્જાયું હતું. લોકો પોતાના વાહન  રોડની સાઈડ પર પાર્ક કરી મગરને જોવા અને તસ્વીર ખેંચવા પડાપડી કરતા નજરે પડ્યા હતા.

એક અનુમાન અનુસાર તાજેતરના નર્મદા નદીમાં આવેલા પૂરમાં આ મગર નદીમાંથી કાસમ આવી ગયા બાદ વળતા પાણીમાં પરત નદીમાં ગયો નથી જે આ કેસમાં હવે લટાર મારી રહ્યો છે.

આ પણ વાંચો: નર્મદા વિડીયો : ચૈતર વસાવાને આગામી લોકસભા ચૂંટણી લડતા અટકાવવા ભાજપ સરકારે ખોટા કેસ કર્યા છે : વર્ષા વસાવા

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો