ભરૂચ : RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા, જુઓ વીડિયો

|

May 10, 2024 | 5:28 PM

ભરૂચની એમિક્સ સ્કૂલમાં આરટીઈના વિદ્યાર્થીનીઓ  સાથે ભેદભાવભર્યું  અપનાવાતું હોવાના આક્ષેપ સંદર્ભે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારી ભરૂચ તરફ મંત્રીએ આ આદેશ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે એમિક્સ સ્કૂલમાં એસી કલાસરૂમ છે પણ RTE ના વિદ્યાર્થીઓને નોન એસી ક્લાસમાં અલગથી બેસાડવામાં આવે છે. આ ઉપરાંત શાળાની અન્ય પ્રવૃત્તિઓથી અલગ રાખવામાં વતા હોવાના આક્ષેપ વાલીઓએ કર્યા હતા. આ આખા મામલે શાળાનો બચાવ છે કે દિલ્લી હાઇકોર્ટે એસીનો ખર્ચ વાલીઓને ઉઠાવવા જણાવ્યું છે તેને આધાર બનાવી RTE ના બાળકોને અલગ બેસાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ભરૂચ : એમિકસ સ્કૂલમાં RTE ના બાળકો સાથે ભેદભાવનો વાલીઓનો આક્ષેપ, જુઓ વીડિયો

Published On - 5:24 pm, Fri, 10 May 24

Next Video