Bharuch : કાંકરિયા ધર્માંતરણ કેસમાં ઝડપાયેલા ચારેય આરોપીઓને 7 દિવસના રિમાન્ડ ઉપર મોકલાયા
આરોપીઓને ધર્માંતરણ માટે લાલચ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સરકારે તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ પરેશ પંડ્યાએ દલીલો કરી હતી.
ભરૂચ(Bharuch) જિલ્લામાં આમોદ તાલુકાના કાંકરિયા(Kakariya) ગામે 100 થી વધુ લોકોના ધર્માંતરણના કેસ(Conversion Case)માં ભરૂચ એસઓજી એ વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે આદિવાસીઓના ધર્માંતરણમાં ઝડપાયેલા આરોપીઓનો આંક 14 ઉપર પોહચ્યો છે.આમોદ તાલુકાના કાંકરિયા ગામે 100 થી વધુ આદિવાસીઓના ધર્માંતરણમાં ભરૂચ SOG એ મુખ્ય આરોપીઓને ઝડપી પાડતા વધુ ચોંકાવનારા ઘટસ્ફોટ સામે આવી શકે છે. વધુ તપાસ માટે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી જે સામે કોર્ટે ૭ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. વોન્ટેડ 4 આરોપીઓ અબ્દુલ સમદ દાઉદ પટેલ (બેકરીવાલા), શાબિર ઉર્ફે શબ્બીર દાઉદ પટેલ, હસન ઈસા ઇબ્રાહિમ પટેલ ટીસલી અને ઇસ્માઇલ યાકુબ મુસા પટેલ ડેલાવાલા તમામ રહે આમોદને ઝડપી લેવાયા છે.
આરોપીઓને ધર્માંતરણ માટે લાલચ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સરકારે તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ પરેશ પંડ્યા(Paresh Pandya)એ દલીલો કરી હતી. પરેશ પંડ્યાએ જણાવ્યું હતું કે કેસમાં પૈસા ક્યાંથી આવ્યા ? કોના મારફતે આવ્યા? કોને ચૂકવ્યા અને કાવતરામાં કોની શું ભૂમિકા રહી હતી? જેવા પ્રશ્નોના જવાબ શોધવામાં આવી રહ્યા છે, આરોપીઓની પૂછપરછ ગુનાના મૂળ સુધી ઉતરવામાં મદદરૂપ થાય તેમ હોવાની કોર્ટને રજુઆત કરવામાં આવી હતી જે ધ્યાને લઈ તમામ ચાર આરોપીઓના ૭ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : જંબુસરના માલપુર ગામમાં આગની ઘટનામાં ત્રણ મકાન ભસ્મીભૂત, રહેવાસીઓએ તમામ ઘરવખરી ગુમાવી