ગુજરાતમાં પ્રથમવાર હિંમતનગરમાં વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા પુસ્તકનું વિતરણ

| Updated on: Mar 03, 2024 | 7:10 PM

હિંમતનગરમાં શ્રીમદ્ ભગવદ ગીતા પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. રાજ્ય સરકારે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કર્યો છે. જે બાદ હિંમતનગરની ઉચ્ચતર પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ગીતા પુસ્તક અર્પણ કરવામાં આવ્યા હતા. આ સાથે જ વિદ્યાર્થીઓને ગીતા જ્ઞાન દુષ્યંત પંડ્યા દ્વારા આપવામાં આવ્યુ હતુ.

રાજ્ય સરકારે ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાના અભ્યાસક્રમમાં ભગવદ ગીતાને સામેલ કરેલ છે. ભગવદ્ ગીતા અંગેનું જ્ઞાન વિદ્યાર્થીકાળથી જ બાળકોમાં સંસ્કારના રુપે પ્રાપ્ત થાય એ પ્રયાસને લઈ અભ્યાસક્રમમાં સામેલ કરવાને આવકારતા કાર્યક્રમ હિંમતનગરમાં યોજવામાં આવ્યો હતો. દુષ્યંત પડંયાં બાળકો રસ પડે એ રીતે સુંદર રીતે ગીતા જ્ઞાન અંગેની વાતો કરી હતી. ગીતાના શ્લોકથી લઈ 18 અધ્યાય અંગેની જાણકારી તેઓએ આપી હતી.

આ પણ વાંચો: બનાસકાંઠા બેઠક પર BJP એ પ્રથમવાર મહિલા ઉમેદવારને મેદાને ઉતારી, પ્રોફેસરની પસંદગી કરાઈ

હિંમતનગરમાં 8000 જેટલા ભગવદ્ ગીતા પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યુ છે. શાળાના વિદ્યાર્થીઓને આ પવિત્ર પુસ્તકોને વિતરણ કરવાનું આયોજન લક્ષદ્વીપ અને દમણના પ્રશાસક પ્રફુલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલે કર્યુ છે. સિદ્ધાર્થ પટેલ શામળાજી મંદિરના ટ્રસ્ટી છે અને તેઓએ ભગવદ્ ગીતાને દરેક વિદ્યાર્થી સુધી પહોંચતુ કરવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. પવિત્ર પુસ્તકના વિતરણ પ્રસંગની શરુઆતે ધારાસભ્ય વીડી ઝાલા, લોકસભા બેઠકના ભાજપના સંયોજક દુષ્યંત પટેલ, ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને સાબરડેરીના ચેરમેન શામળ પટેલ તથા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Mar 03, 2024 07:09 PM