ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થયો છે. વરસાદના પગલે જળાશયોમાં નવા નીર આવ્યા છે. મહીસાગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી ભાદર ડેમ 95 ટકા જેટલો ભરાયો છે. જેના પગલે સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી ભાદર ડેમ 95 ટકા જેટલો ભરાયો છે. ભાદર ડેમમાંથી ભાદર નદીમાં 680 ક્યુસેક પાણી છોડાયું છે. ભાદર ડેમના 2 ગેટ 0.10 મીટર સુધી ખોલી નદીમાં પાણી છોડાયું છે. જેના પગલે નીચાણવાળા 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ન જવા સુચના આપવામાં આવી છે.