Rajkot Breaking News: ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે 100 ક્યુસેક પાણી છોડાયું, પૂર્વ MLA લલિત વસોયાએ પાણી છોડવાની કરી હતી માગ, જુઓ Video

| Edited By: | Updated on: Aug 22, 2026 | 1:06 PM

રાજકોટના ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે 100 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પૂર્વ MLA લલિત વસોયાએ ખેડૂતોના હિતમાં ડેમમાંથી પાણી છોડવાની માંગ કરી હતી. આ અંગે તેમણે 8 ઓગસ્ટે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી. તેમની માંગને ધ્યાને લઈ ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

500 હેક્ટર જમીનને મળશે પિયતનો લાભ

ભાદર-2 ડેમમાંથી પાણી છોડવામાં આવતા અંદાજે 500 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. ખાસ કરીને ભાદર કેનાલ કાંઠાના ખેડૂતોને આ પાણીથી ખેતીમાં રાહત મળશે. વરસાદ ખેંચાતા સિંચાઈના પાણીની ચિંતા કરી રહેલા ખેડૂતો માટે ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય મહત્વપૂર્ણ બન્યો છે.

ડેમમાં હાલ 90 ટકા પાણીનો સંગ્રહ

સિંચાઈ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, ભાદર-2 ડેમમાં હાલ આશરે 90 ટકા પાણીનો સંગ્રહ છે. પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી ખેડૂતોની માંગને ધ્યાને લઈ સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે.

વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા વચ્ચે ખુશી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતો સિંચાઈના પાણીની ચિંતા કરી રહ્યા હતા. ત્યારે ભાદર-2 ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોમાં રાહત અને ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ અને ડેમમાં પાણીની આવક પર પણ તંત્રની નજર રહેશે.

આ પણ વાંચો- Breaking News: ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 9 પર પહોંચ્યો, વધુ 2 બુટલેગરને ઝડપી લેવાયા

Follow Us
Loading...
Unable to load recommendations.