Dwarka Video : દ્વારકાના સિગ્નેચર બ્રિજના લોકાર્પણ પહેલા જ અવરજવર ચાલુ ! બાઇક ચાલકે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર કર્યો અપલોડ
દ્વારકામાં સિગ્નેચર બ્રિજના લોકાર્પણ પહેલા જ બ્રિજ પર અવરજવર ચાલુ થઈ ગઈ છે.એક ચાલકે બ્રિજના લોકાર્પણ પહેલા જ બાઈક બ્રિજ પર હંકારી હતી. જો કે હજુ તો બ્રિજની ચકાસણી પહેલા જ અવરજવર ચાલુ થઈ ગઈ છે. આ બ્રિજ બેટ દ્વારકા અને ઓખા વચ્ચે બનાવવામાં આવ્યો છે. ચકાસણી પહેલા જ વાહનનોની અવરજવર થાય અને કોઈ દુર્ઘટના બને તો તેના જવાબદાર કોણ જેવા અનેક પ્રશ્નો ઉભા થાય છે.
Dwarka : રાજ્યમાં અનેક જગ્યાએ સરકાર દ્વારા વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે. જ્યાં અનેક જગ્યાઓ પર બ્રિજનું કામહાથ ધરવામાં આવ્યુ છે. જેના પગલે દ્વારકામાં પણ સિગ્નેચર બ્રિજ બનાવવામાં આવ્યો છે. દ્વારકામાં સિગ્નેચર બ્રિજના લોકાર્પણ પહેલા જ બ્રિજ પર અવરજવર ચાલુ થઈ ગઈ છે.
આ પણ વાંચો : Dwarka: દ્વારકાના ખંભાળિયા વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોને રાહત, ખેતીમાં જીવતદાન, જુઓ Video
એક ચાલકે બ્રિજના લોકાર્પણ પહેલા જ બાઈક બ્રિજ પર હંકારી હતી. જો કે હજુ તો બ્રિજની ચકાસણી પહેલા જ અવરજવર ચાલુ થઈ ગઈ છે. આ બ્રિજ બેટ દ્વારકા અને ઓખા વચ્ચે બનાવવામાં આવ્યો છે. ચકાસણી પહેલા જ વાહનનોની અવરજવર થાય અને કોઈ દુર્ઘટના બને તો તેના જવાબદાર કોણ જેવા અનેક પ્રશ્નો ઉભા થાય છે.
