બાયડ નગર પાલિકાના કર્મચારીએ પૈસાની માંગણી કર્યાનો આક્ષેપ, પ્રમુખને કરાઈ ફરિયાદ, જુઓ

|

Jul 20, 2024 | 3:55 PM

બાયડ નગર પાલિકાના કર્મચારી દ્વારા સફાઈ કોન્ટ્રાક્ટર પાસેથી પૈસાની માંગણી કરવાનો આક્ષેપ લેખિત કરવામાં આવ્યો છે. સફાઈનો કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સીના બીલના ચુકવણી માટે 15 ટકા જેટલી રકમની માંગણી કરવામાં આવી હોવાનો પત્ર લખીને ફરિયાદ પાલિકા પ્રમુખને કરવામાં આવી છે. કર્મચારીએ કોન્ટ્રાક્ટરને કહ્યું કે, રિચાર્જ કરવામાં નહીં આવે તો, બીલની રકમ નહીં મળે.

અરવલ્લી જિલ્લાની બાયડ નગર પાલિકાના કર્મચારી દ્વારા સફાઈ કોન્ટ્રાક્ટર પાસેથી પૈસાની માંગણી કરવાનો આક્ષેપ લેખિત કરવામાં આવ્યો છે. સફાઈનો કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સીના બીલના ચુકવણી માટે 15 ટકા જેટલી રકમની માંગણી કરવામાં આવી હોવાનો પત્ર લખીને ફરિયાદ પાલિકા પ્રમુખને કરવામાં આવી છે. કર્મચારીએ કોન્ટ્રાક્ટરને કહ્યું કે, રિચાર્જ કરવામાં નહીં આવે તો, બીલની રકમ નહીં મળે.

મોડાસાના કોન્ટ્રાક્ટર એએ પરમાર દ્વારા આ અંગેની લેખિત ફરિયાદ લખીને પાલિકા પ્રમુખને મોકલવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું થછે, કે કર્મચારી દ્વારા ચીફ ઓફિસરના નામે પૈસાની માંગણી કરવામાં આવી રહી છે. જેને લઈ આ મામલે સ્થાનિક આગેવાનોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત હાથ ધરી હતી. આ દરમિયાન જ હવે ચીફ ઓફિસરની પણ બદલી થઈ જતા રજૂઆતોને પગલે થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: આરોગ્ય પ્રધાન હિંમતનગર સિવિલની મુલાકાત લીધી, સમિક્ષા બેઠક યોજી, જુઓ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video