AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Porbandar : ભારે વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી, જગતના તાતે સરકાર સમક્ષ મદદની કરી માગ, જુઓ Video

Porbandar : ભારે વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી, જગતના તાતે સરકાર સમક્ષ મદદની કરી માગ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2025 | 2:54 PM
Share

પોરબંદર જિલ્લામાં સતત કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે, પોરબંદરના ગામડાઓમાં ભારે વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. રાતભર વરસાદ વરસતા ખેતરમાં રહેલા મગફળીના પાથરા પલળી ગયા છે અને ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

પોરબંદર જિલ્લામાં સતત કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે, પોરબંદરના ગામડાઓમાં ભારે વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. રાતભર વરસાદ વરસતા ખેતરમાં રહેલા મગફળીના પાથરા પલળી ગયા છે અને ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખેતરમાં રહેલો મગફળીનો તૈયાર પાક નષ્ટ થતા ખેડૂતોની પીડાનો કોઈ પાર નથી.

હજુ પણ ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા છે. ખેડૂતોએ વર્ષભર આકરી મહેનત કરી છે. મોંઘા બિયારણ અને ખાતર પાછળ ખર્ચ કર્યો અને જ્યારે પાકની લણણીનો સમય આવ્યો ત્યારે જ કુદરત કોપાયમાન થતા ખેડૂતો પર આભ તૂટ્યા જેવી સ્થિતિ છે. લાચાર ખેડૂતો હવે સરકાર સમક્ષ મદદની માગણી કરી રહ્યા છે.

ભારે વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી

બીજી તરફ અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. ખાંભાના તાતણીયા, ઉમરીયા, લાસા,ધાવડીયા, ગીદરડીમાં વરસાદ વરસ્યો છે. તેમજ ભારે વરસાદ ખાબકતા તાતણીયા ગામમાં વરસાદી પૂરના પાણી ઘૂસ્યા હતા. મોડી રાતના પૂરના પાણી ઘૂસ્યાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખાંભા ગીરના ઉપરવાસના ગામડાઓમાં નદીનાળાઓ બે કાંઠે વહેતા થયા છે. ખેડૂતોનો તમામ મગફળી, કપાસ સહિત પાક બરબાદ થયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">